આગામી તા.૨૪નાં રોજ ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો ઓગષ્ટ-૨૦૨૨નો તાલુકા/ગ્રામ્ય ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪ ઓગષ્ટ ૨૦૨૨ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, ભાવનગરના અધ્યક્ષ પદે યોજાનાર છે. આ તાલુકા/ગ્રામ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટર સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ બે નકલોમા તા.૧૭/૦૮/૨૦૨૨ સુધી રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો તાલુકા મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામા આવશે. અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતોની અરજી સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકાશે નહી. તેમ મામલતદારશ્રી ઘોઘાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
Recent Comments