fbpx
ભાવનગર

આગામી તા.૨૫ ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

મતદારોને તેમનું મતદાર ઓળખકાર્ડ સહેલાઇથી મળી રહે તે માટે e-EPIC ડીજીટલ વોટર આઇડી લોન્ચ કરવામાં આવશે

આપણો દેશ લોકશાહી દેશ છે જેમા મતદાતા સર્વોપરી છે જે પોતાના નેતા પોતે જ
મત આપી નક્કી કરે છે. જેથી ભારતના ચૂંટણી પંચે લોકશાહી ચૂંટણી પ્રક્રિયામાં વધુમાં વધુ નાગરિકોભાગીદાર થાય અને ભારતીય લોકશાહીની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થાય તે હેતુથી દર વર્ષે ૨૫ મીજાન્યુઆરી જે ચૂંટણી પંચનો સ્થાપના દિન છે તેને “રાષ્ટ્રીય મતદાતા દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરેલછે. આ વર્ષે ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૦૨૧ની ઉજવણીના પ્રસંગે ચુંટણીપંચ દ્રારા e- EPICનીશરૂઆત કરવામાં આવશે.જે અંતર્ગત આગામી તા.૨૫ ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૧ની ઉજવણી કરવામાં આવનાર છે. આદિવસે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોને તેમનું મતદાર ઓળખકાર્ડ સહેલાઇથી મળી રહે તે માટે e-EPIC ડીજીટલ વોટર આઇડી લોન્ચ કરવામાં આવનાર છે. આ e-EPIC નવા નોંધાયેલા મતદારો કેજેઓએ તેમનો મોબાઇલ નંબર નોંઘાવેલ છે તેઓ ભારતના ચૂંટણી પંચની Voter Helpline Mobile app(Android/iOS), https://voterportal.eci.gov.in/ તેમજ https://nvsp.in/ વેબસાઇટ પરથી ડાઉનલોડકરી શકે છે.નવા મતદારો રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૧ તા.૨૫/૦૧/૨૦૨૧ ના દિવસે તેઓના મતદાન મથક ઉપરજઇ બુથ લેવલ ઓફીસ૨ (BLO) પાસેથી ડાઉનલોડ કરાવી શકશે તેમજ બધા મતદારો પહેલી ફેબ્રુઆરી૨૦૨૧ થી e-EPIC ડાઉનલોડ કરી શકશે. જેની તમામને નોંધ લેવા નાયબ જીલ્લા ચૂંટણી અઘિકારી,ભાવનગર દ્વારા જણાવાયું છે.

Follow Me:

Related Posts