આગામી તા. ૨૮મી એપ્રિલે શિષ્યવૃત્તિની પરીક્ષા, એક એક ગુણના ૧૦૦ પ્રશ્ન પુછાશે
રાજ્યમાં ધોરણ-૬ અને ૯ના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષા આગામી તા. ૨૮મી એપ્રિલના રોજ લાવામાં આવશે. આ પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે, શાળાઓએ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈડ પરથી હોટ ટિકિટ ડાઉનલોડ કરીને એના પર વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવીને શાળાના આચાર્યના સહીં-સિક્કા કરાવી આપવાનો રહેશે.
રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૬થી ૯ના વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળે છે. વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની પરીક્ષાની હોલટિકિટને રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવી હોવાથી ડાઉનલોડ કરીને તેમાં વિદ્યાર્થીનો ફોટો ચોંટાડીને તેના ઉપર શાળાના આચાર્યે સહી-સિક્કા કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. આગામી ૨૮ એપ્રિલના રોજ આ શિષ્યવૃત્તિની પરીક્ષા લેવાશે. પીએસઈ યોજનામાં વિદ્યાર્થીને વર્ષે રૂ.૭૫૦ અને એસએસઈમાં વર્ષે રૂ.૧૦૦૦ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
રાજ્ય શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ભણવામાં હોશિયાર અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તેના માટે પ્રાથમિક શાળાના ધોરણ ૬ના વિદ્યાર્થીઓ માટે પીએસઇ અને માધ્યમિક શાળાના ધોરણ-૯ના વિદ્યાર્થીઓ માટે એસએસઇ પરીક્ષા લેવામાં આવે છે. ધોરણ-૬ અને ૯ના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિની પરીક્ષા આગામી તારીખ ૨૮મીને રવિવારે સવારે ૧૦થી ૧ કલાક સુધી લેવામાં આવશે. આથી પરીક્ષાની હોલટિકિટને રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર મૂકી દીધી છે. શાળાના આચાર્યોએ વિદ્યાર્થીઓની હોલટિકિટને ડાઉનલોડ કરીને તેમાં વિદ્યાર્થીનો ફોટો ચોંટાડીને તેમાં આચાર્યના સહી-સિક્કા કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. ધોરણ-૬ અને ૯ના જે વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિની પરીક્ષા આપશે તેમને પરિણામ બાદ નિયમ મુજબ વર્ષમાં એક વખત રકમ મળશે જે બેંક ખાતામાં જમા કરાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શિષ્યવૃત્તિની આ પરીક્ષામાં એક-એક ગુણના કુલ ૧૦૦ પ્રશ્નો પૂછાશે અને વિદ્યાર્થીઓને ૧૮૦ મિનીટનો સમય આપવામાં આવશે. ભાષા અને સામાન્ય જ્ઞાનના ૧૦૦ પ્રશ્નો પૂછાશે જ્યારે ગણિત અને વિજ્ઞાનના ૧૦૦ પ્રશ્નો પેપરમાં પૂછાશે. અંધ ઉમેદવારને પરીક્ષામાં નિયમાનુસાર વધુ સમય મળવાપાત્ર થશે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ધો.૧થી ૫ સુધીનો રહેશે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ધો.૬થી ૮ સુધીનો રહેશે.
Recent Comments