આગામી દિવસોમાં રમત ગમત કચેરી અમરેલી દ્વારા ૧૫ થી ૨૯ વયજૂથના યુવકો માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ યુવા ઉત્સવ સ્પર્ધાનું ઓફલાઈન/ઓનલાઈન આયોજન કરવામાં આવશે. જેમાં તાલુકાકક્ષાએ વકતૃત્વ, નિબંધ, પાદપૂર્તિ, ગઝલ શાયરી, કાવ્ય, દોહા છંદ, લોક વાર્તા, શીઘ્ર વકૃત્વ (હિન્દી/અંગ્રેજી), સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લગ્ન ગીત, હળવું કંઠ્ય સંગીત, શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાની), લોકવાધ સંગીત, શાસ્ત્રીય નૃત્ય ભારત નાટ્યમ જેવી ૧૫ જેટલી વિવિધ સ્પર્ધાઓનું આયોજન ઓફલાઈન કરવામાં આવશે. તાલુકક્ષા સ્પર્ધાના એન્ટ્રી ફોર્મ જે તે તાલુકા કન્વીનરને પહોચાડવાના રહેશે. જયારે જિલ્લાકક્ષાએ ઓનલાઈન યોજાનાર કૃતિનીઓની વિડીયો કલીપની CD અથવા પેનડ્રાઈવ દ્વારા રમત ગમત કચેરી અમરેલીને મોકલવાની રહેશે.
જેમાં લોક નૃત્ય, લોક ગીત, એકાંકી (હિન્દી/અંગ્રેજી), કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, તબલાં, વીણા, મૃદગમ, હાર્મોનિયમ (હળવું), ગીટાર, શાસ્ત્રીય નૃત્ય-મણીપુરી, શાસ્ત્રીય નૃત્ય-ઓડીસી, શાસ્ત્રીય નુત્ય-કથ્થક અને શાસ્ત્રીય નૃત્ય-કુચીપુડી જે કૃતિની વિડીયો સીડી અથવા પેન ડ્રોઈવમાં બનાવી તા.૨૧/૦૮/૨૦૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક:-સી, પ્રથમ માળે, રૂમનં.૧૧૦/૧૧૧,અમરેલી ખાતે પહોંચતી કરવાની રહેશે. જિલ્લામાં પ્રથમ આવનાર કલાકારની સી.ડી. ઝોનકક્ષાએ મોકલવામાં આવશે. ઝોનકક્ષાએ પ્રથમ, દ્વિતીય, નંબર પ્રાપ્ત કરનાર કલાકારની સી.ડી. રાજ્યકક્ષાએ મોકલવામાં આવનાર છે. રાજ્યકક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર કલાકારે વર્ચ્યૂલ /ઓનલાઈન રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે. આ અંગે વધુ માહિતી માટે કચેરીના બ્લોગ એડ્રેસ dsoamreli.blogpost.com પરથી તેમજ કચેરીના ફોન નં. ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ પરથી મેળવી શકાશે.
Recent Comments