આગામી દિવાળી અંતર્ગત ફટાકડાનાં વેંચાણ તથા સ્ટોલ ભાડે મેળવવા તા.૩૧ ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકાશે
દિવાળી-૨૦૨૩ અંતર્ગત હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા ઇચ્છુક વેચાણકર્તાઓને તથા ફટાકડાનાં વેચાણ માટે જવાહર મેદાનમાં ભાડેથી જમીન મેળવવા માટે રસ ઘરાવતા વ્યકિતઓને જણાવવામાં આવે છે કે, આગામી તા.૧૨/૧૧/૨૦૨૩નાં દિવાળીનાં તહેવારો દરમ્યાન કામચલાઉ ફટાકડા વેચાણ માટેના પરવાનો મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓએ તા.૩૧/૧૦/૨૦૨૩ સુધીમાં પાસપોર્ટ સાઇઝના ૨(બે) ફોટા, ધોરણસરની પરવાનાં ફી ભર્યાનું ચલણ તથા રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાઈસન્સ પૈકી કોઇપણ બે આધારોની નકલો તથા ફટાકડા વેચાણની જગ્યાનાં નકશા સાથે નિયત નમુનામાં અરજી ફોર્મ રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, ભાવનગર ખાતે રજુ કરવા જણાવવામાં આવે છે.
આ માટે ફટાકડા વેચાણ માટેનાં પરવાનો મેળવવાનું નિયત નમુનાનું અરજી ફોર્મ જાહેર રજા સિવાયનાં દિવસે કચેરી સમય દરમ્યાન ડી.એમ.શાખા, કલેકટરેટ, ભાવનગરમાંથી અને જવાહર મેદાનની જમીન ભાડેથી મેળવવા માટેનું નિયત નમુનાનું અરજી ફોર્મ મહેસૂલ શાખા, કલેકટર કચેરી, ભાવનગર ખાતેથી રૂબરૂમાં મેળવી લેવાનું રહેશે અને નિયત અરજી ફોર્મ સાઘનિક કાગળો સાથે રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, ભાવનગર ખાતે તા.૩૧/૧૦/૨૦૨૩ સુઘીમાં જમા કરાવવાનું રહેશે. આ મુદત વિત્યા બાદ કોઇ પણ અરજી સ્વીકારવામાં આવશે નહી તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટની યાદીમાં જણાવવામાં આવેલ છે.
Recent Comments