ગુજરાત

આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી

આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એક તરફ ઉનાળો ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ ચોમાસા જેવી આગાહી થઈ રહી છે. ખાસ કરીને આજે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરાઈ છે જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, હજુ પણ ગુજરાતના માટે કમોસમી વરસાદની સંકટ ટળ્યું નથી. હવામાન વિભાગ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યુંકે, આગામી પાંચ દિવસ ગુજરાત પર ભારે રહેશે. હવામાન વિભાગ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યુંકે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, હજી પણ ખેડૂતોના માથે માવઠાંનું સંકટ યથાવત રહેશે. આગામી ૨૪ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર આગામી પાંચ દિવસ મોટું સંકટ છે. આગામી પાંચ દિવસમાં નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી, તપી, વલસાડ, સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૨૪ કલાકમાં કેટલાક વિસ્તારોમાં એક ડિગ્રી વધી કે ઘટી શકે છે. ૨૪ કલાક બાદ ૨ થી ૩ ડિગ્રી તાપમાન ઘટશે.

Related Posts