fbpx
ગુજરાત

આગામી પાંચ દિવસ ગુજરાતમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં પુનઃ વરસાદી માહોલ જાેવા મળશે. હાલ બે દિવસ આરામ કરી લો. તેના બાદ ફરીથી ગુજરાતમાં વરસાદની જમાવટ થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. આ દિવસોમાં દરિયાઈ કાંઠે ૪૦ થી ૪૫ કિલોમીટરની ગતિએ પવન ફુંકાવાની શક્યતા છે. હાલ વરસાદી કોઈ સિસ્ટમ હાલમાં સક્રિય નથી.

Follow Me:

Related Posts