fbpx
બોલિવૂડ

આગામી ફિલ્મમાં રાવણ અને રામના પાત્રમાં ઋતિક અને રણબીર

પ્રોજેકટને આગળ વધારવા માટે આ પ્રથમ લાંબી મિટીંગ થઇ હતી.આ મીટિંગમાં મહત્વના ર્નિણયો લેવામાં આવવાના હતા. ઋતિક રોશન અને રણબીર કપૂર રાવણ અને રામના પાત્રો ભજવવાના છે. જાેકે આ ફિલ્મમાં માતા સીતાનું પાત્ર ભજવવા માટે હિરોઇનની શોધ હજી પુરી થઇ નથી.ફિલ્મ રામાયણને મોટા પાયે બનાવાની યોજના થઇ રહી છે. જેમાં આધુનિક ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવશે.

હાલ આ ફિલ્મનું બજેટ રૂપિયા ૩૦૦ કરોડ નક્કી કરવામાં આવ્યું છે.જાેકે આગળ જતાં ફિલ્મનું બજેટ વધ તેવી શક્યતાઓ સેવાઇરહી છે. જાેકે ફિલ્મના બજેટને કેટલા રૂપિયા સુધી ખેંચવામાં આવશે તેનો હાલ કોઇ અંદાજ નથી. નિર્માતા નમિત મલ્હોત્રાની ઓફિસમાં ઋતિક રોશન અને રણબીર કપૂરની બંધબારણે મુલાકાત થઇ હતી.આ મીટિંગમાં નિતેશ તિવારી, નમિત અને મધુમન્ટેના હાજર હહ્યા હતા. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બિગ બજેટ ફિલ્મ રામાયણની તૈયારી થઇ રહી છે. આ ફિલ્મમાં ઋતિક રોશન અને રણબીર કપૂર મુખ્ય રોલમાં જાેવા મળવાના છે.

Follow Me:

Related Posts