બોલિવૂડ

આગામી ફિલ્મ માટે એશા ગુપ્તા બોક્સિંગ શીખી રહી છે

એશા ગુપ્તા આ મૂવી માટે રજનીશ રવીન્દ્રન્‌ પાસેથી બોક્સિંગ વિષયક કોચિંગ લઇ રહી છે.સૂત્રોએ જણાવ્યું હતું કે એશા એકદમ અલગ રીતે વર્કઆઉટ કરી રહી છે. તે પોતાના સ્નાયુઓને કેળવવા સાથે પોતાની ચપળતામાં પણ વૃધ્ધિ કરી રહી છે.તે બોક્સિંગના વિવિધ દાવપેચ શીખી રહી છે.અલબત્ત, તેની તાલીમ હજી પૂરી નથી થઇ. પરંતુ તે બહુ ઝડપથી બોક્સિંગ શીખી રહી છે. એશાએ કહ્યું હતું કે મને આ નવો ખેલ શીખવામાં બહુ મોજ પડી રહી છે. તે વધુમાં કહે છે કે જ્યારે મેં આ ફિલ્મની પટકથા વાંચી ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે આ ફિલ્મ કેટલી શક્તિશાળી બનશે. હું મારા પાત્રના બધાં પાસાંને સારી રીતે ઉજાગર કરવા માગું છું.અલબત્ત, બોક્સિંગ શીખવાનું કામ શારીરિક અને ભાવનાત્મક રીતે થકવી નાખનારું છે.આમ છતાં હું મારા પાત્રને વાસ્તવિક સ્વરૂપે રજૂ કરવા કટિબધ્ધ છું. અને તેને માટે તનતોડ મહેનત કરી રહી છું.’નકાબ’માટે ભરપૂર પ્રશંસા મેળવનાર અભિનેત્રી એશા ગુપ્તા હવે પોતાની સુનીલ શેટ્ટી સાથેની આગામી ફિલ્મ ‘ઇનવિઝિબલ વૂમન’ ની તૈયારી કરી રહી છે.તમિળ દિગ્દર્શક રાજેશ એમ. સેલ્વાસની આ એક્શન થ્રિલરમાં સુનીલ શેટ્ટીએક પોલીસ અધિકારીની ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મની કહાણી મુજબ એક ઘટના દરમિયાન તે એક વૃધ્ધ મહિલાની હત્યામાં ખોટી રીતે ફસાઇ જાય છે, પરંતુ તેને આ વાત ખોટી છે એમ પુરવાર કરવાની તક મળે છે.

Related Posts