આગામી ફિલ્મ માટે સિંકદર ખેરે ૧૨ કિલો વજન વધાર્યું
મારી ફિલ્મોના પાત્રો મારા માટે વધુ અંગત હોય છે. હું મારા રોલ માટે ઊંડાણથી વિચારતો હોઉં છું તેમજ તેને ધ્યાનમાં રાખીને એકટિંગ કરવાના પ્રયાસ કરતો હોઉં છું. ર્ મંકી મેન ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ હિંદુના ભગવાન હનુમાન પરથી પ્રેરણા લઇને બનાવામાં આવી છે. જેઓ અડધા નર અને અડધા મન્કીના સ્વરૂપમાં છે. દેવ પટેલ આ રોલમાં જાેવા મળવાનો છે. તે ફિલ્મમાં પોતાને કરેલા અન્યાયનો બદલો એકએક વ્યક્તિ સાથે લેતો જાેવા મળશે. અનુપમ ખેર અને કિરણ ખેરનો પુત્ર સિકંદર ખેર હોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. દેવ પટેલ એક અમેરિકન એકશન થ્રિલરનું દિગ્દર્શન કરી રહ્યો છે જેમાં સિકંદર ખેર મહત્વના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાયઆપવા માટે સિકંદર ખેરે ૧૨ કિલો જેટલું વજન વધાર્યું છે. મંકી મેન માટે સિકંદર ખેરે ૧૨ કિલો જેટલું વજન વધાર્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન દેવપટેલ કરવાનો છે. આ ફિલ્મ વિશે વાત કરતાં સિકંદર ખેરે જણાવ્યુ હતું કે, મંકી મેન મારા માટે એક ઉમદા તક છે. આ ફિલ્મ દ્વારા હું એક નવા જ ઓડિયન્સની સામે આવીશ.આ નવા દર્શકોનું મનોરંજન કરવા માટે હું તમામ પ્રયાસ કરવાનો છું. જિંદગીએ મને બહુ મોટી તક આપી છે. હુમારા પાત્રમાંઢળવા માટે બહુ મહેનત કરી રહ્યો છું.
Recent Comments