ગુજરાત

આગામી મહિનાઓમાં ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે; ગૃહ વિભાગ અને ચૂંટણી પંચની બેઠકમાં લેવાયો ર્નિણય

આવનારા સમયમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને લિંક કરવામાં આવશે, જેના માટે તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. ચૂંટણી પંચ દ્વારા કલમ ૩૨૬, ઇઁ એક્ટ, ૧૯૫૦ અને સુપ્રીમ કોર્ટના ર્નિણયો અનુસાર બંધારણીય દાયરામાં ઈઁૈંઝ્રને આધાર નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ બાબતે ચૂંટણી પંચ અને યુઆઇડીએઆઈ ના નિષ્ણાતો વચ્ચે ટૂંક સમયમાં ટેકનિકલ પરામર્શ શરુ થશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશ્નરે ચૂંટણી કમિશ્નર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જાેશી સાથે આજે(૧૮ માર્ચ, ૨૦૨૫) કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રાલયના સચિવ, યુઆઇડીએઆઈ ના સીઇઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે તેના મુખ્ય મથક નિર્વાચન સદન ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી.
ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૨૬ મુજબ, મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે. જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે. તેથી, એવો ર્નિણય લેવામાં આવ્યો હતો કે ઈઁૈંઝ્રને આધાર સાથે લિંક કરવાનું ફક્ત બંધારણની કલમ ૩૨૬, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ ની કલમ ૨૩(૪), ૨૩(૫) અને ૨૩(૬) અને ઉઁ (સિવિલ) નં. ૧૭૭/૨૦૨૩ માં સુપ્રીમ કોર્ટના ર્નિણય અનુસાર જ કરવામાં આવશે.
મહત્વનું છે કે, આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના (ેંમ્), દ્ગઝ્રઁ (જીઝ્રઁ) અને મ્ત્નડ્ઢ જેવા અનેક રાજકીય પક્ષોએ મતદારોના ઈઁૈંઝ્ર નંબર સમાન હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. કમિશને સ્વીકાર્યું કે કેટલાક રાજ્યોમાં ખામીયુક્ત આલ્ફાન્યૂમેરિક શ્રેણીને કારણે ભૂલથી સમાન નંબરો ફરીથી જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ આને છેતરપિંડી કહી શકાય નહીં. હવે કમિશને આ મુદ્દાનો નક્કર ઉકેલ શોધવા માટે સક્રિય પગલાં લીધાં છે.

Follow Me:

Related Posts