આગામી લોકસભા ચૂંટણી માટે મારી પાર્ટી ભાજપની આગેવાનીવાળી એનડીએને વિના શરતે સમર્થન કરશે : રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ મંગળવારે કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણી માટે તેમની પાર્ટી ભાજપની આગેવાનીવાળી એનડીએને વિના શરતે સમર્થન કરશે. તેની સાથે જ મનસે ચીફે કહ્યું કે, તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે. ઠાકરે ગુડીપડવાના અવસર પર મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં એક જાહેરસભાને સંબોધન કરી રહ્યા હતા. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવતી હતી કે, રાજ ઠાકરે ભાજપ સાથે ગઠબંધન કરશે
અને હવે મનસે ચીફે સત્તાવાર રીતે તેની જાહેરાત કરી દીધી છે કે તેમની પાર્ટી એનડીએ સાથે કદમતાલ મિલાવશે. તેમણે મહારાષ્ટ્રમાં મહાયુતિને સમર્થન કરવાની ઘોષણા કર્યા બાદ પાર્ટી કાર્યકર્તાઓ હવે સીધા વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવા લાગ્યા છે. અમિત શાહ સાથે દિલ્હીમાં તેમની શું વાતચીત થઈ, તેના વિશે મીડિયામાં ચાલી રહેલા વાતને લઈને તેમણે કહ્યું કે, અમિત શાહ સાથે મુલાકાત બાદ આ ચર્ચા શરુ થઈ ગઈ છે કે, ભાજપ સાથે ગઠબંધન મનસે ગઠબંધન થઈ શકે છે. આ મીડિયા જે ઈચ્છા પડે તે દેખાડતા રહેતા હોય છે. પણ તે મીટિંગમાં અમિત શાહ અને હું, બે જ લોકો જ હતા. તેથી મીડિયાને શું ખબર કે અમારા વચ્ચે ક્યા મુદ્દાને લઈને કઈ વાત થઈ છે.
Recent Comments