fbpx
અમરેલી

આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ની વિસ્તૃત કારોબારી મીટીંગ અંટાળીયા મહાદેવ મંદિર ખાતે યોજાઇ


અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા નવ નિયુક્ જિલ્લા કારોબારી ના હોદ્દેદારશ્રીઓને હોદ્દાઓના નિમણુંક ઓર્ડર સુપ્રત કરવા–હોદ્દેદારશ્રીઓને સન્માનિત કરવા અને આવનારી વિધાનસભા ચૂંટણી માં અમરેલી જિલ્લા ના હોદ્દેદારશ્રીઓ એ સમગ્ર જિલ્લા માં કોંગ્રેસ પ્ાક્ષ ના પ્રચાર પ્રસાર માટે સક્નિયતા થી કેવી રીતે કામગીરી કરવી તે ચર્ચા વિચારણા માટે ની ''અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ –વિસ્તૃત કારોબારી મીટીંગ'' નું આજરોજ તા. ૧૮/૦૪/ર૦રર ને સોમવારના રોજ સવાર ના ૦૯:૦૦ કલાકે અંટાળીયા મહાદેવ મંદિર,તાલુકો –લીલીયા જી.અમરેલી ખાતે આયોજન થયું હતું.

આ મીટીંગમાં અમરેલી જિલ્લા નવનિયુકત હોદેદારોને નિમણુંક પત્ર એનાયત કરી કોંગ્રેસની વિચારધારાને આગળ ધપાવવા એકસુર પુરાયો હતો. આ મીટીંગમાં આવનાર ચુંટણીમાં સૌ કોંગ્રેસીઓએ એક થઇ આ મોંઘવારીનો ડામ પર ડામ આપતી ભાજપ સરકાર સામે મકકતાથી સામનો કરવા નકકી કરાયું હતું, અમરેલી જિલ્લામાં કોંગ્રેસ તરફ માહોલ જોવા મળી રહયો હોય કોંગ્રેસના તમામ કાર્યકરો દીલ દઇ કામ કરે તો ફરી પાંચેય વિધાનસભા કોંંગ્રેસ જીતી શકે તેમ છે. ઉપરાંત આગામી દિવસોમાં ભાજપની અણઘડ નિતીના કારણે પ્રજા જે હાલાકી ભોગવી રહી છે તેની સામે કોંગ્રેસના ચારેય ધારાસભ્યો ગાંધી ચિંધ્યા રાહે આક્રમતાથી વિરોધ કરશે. 

હાલમાં રેતી ઉપાડવાની શેત્રુંજીમાંથી હજુ સુધી મંજુરી મળી નથી, જે બાબતે કોંગ્રેસના ચારેય ધારાસભ્યોએ અવાર નવાર સરકારમાં રજુઆતો કરી છે, છતા આ નિંભર સરકાર કોઇ કાર્યવાહી કરતી નથી. જેમ ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહમાં સવિનય કાનુન ભંગ કર્યો હતો તેવી જ રીતે કોંગ્રેસના ચારેય ધારાસભ્યો, ખેડુતો તથા તમામ કાર્યકરો શેત્રુંજીમાંથી રેતી ઉપાડી આ સરકારનો વિરોધ કરશે. 

  આ મીટીંગમાં પૂર્વ નેતા વિપ્ાક્ષ અને અમરેલીના ધારાસભ્ય શ્રી પ્ારેશભાઈ ધાનાણી,સા.કુ.– લીલીયાના ધારાસભ્યશ્રી પ્રતાપ્ાભાઈ દુધાત, જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી, પુર્વ ધારાસભ્યશ્રી ઠાકરશીભાઇ મેતલીયા, પ્રદેશ પ્રતિનિધિ સુરેશભાઇ કોટડીયા, પીસીસી ડેલીગેટ અરવિંદભાઇ સીતાપરા, પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંભુભાઇ દેસાઇ, ચંદ્રેશભાઇ રવાણી, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રભાતભાઈ કોઠીવાળ, જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ રવજીભાઇ વાઘેલા,અરવિંદભાઇ સીતાપરા, રફીકભાઈ મોગલ, કે.કે. વાળા, દલસુખભાઇ દુધાત, ટીકુભાઈ વરૂ, અનકભાઇ વાળા, અમરેલી તાલુકા પ્રમુખ મનીષભાઈ ભંડેરી, બાબરા તાલુકા પ્રમુખ જસમતભાઇ ચોવટીયા, લીલીયા તાલુકા પ્રમુખ ખોડાભાઇ માલવીયા,  સાવરકુંડલા તાલુકા પ્રમુખ મનુભાઇ ડાવરા, રાજુલા તાલુકા પ્રમુખ ગાંગાભાઇ હડીયા, ખાંભા તાલુકા પ્રમુખ ભરતભાઇ સખવાળા, ધારી તાલુકા પ્રમુખ રવીભાઇ હિરાણા, બગસરા શહેર પ્રમુખ ચિરાગભાઇ પરમાર, ધારી શહેર પ્રમુખ ડી.બી.ભારોલા, ચલાલા શહેર પ્રમુખ વિશાલ માલવીયા, સાવરકુંડલા શહેર પ્રમુખ કનુભાઇ ડોડીયા, હસુભાઇ સુચક, અમરેલી શહેર પ્રમુખ સંદીપભાઇ પંડયા, ઓ.બી.સી. સેલ પ્રમુખ રમેશભાઇ ગોહિલ, જિલ્લા કિસાન સેલના પ્રમુખ સત્યમભાઇ મકાણી,જિલ્લા માયનોરીટી સેલના રસુલભાઇ કુરેશી, જિલ્લા વિશ્વકર્મા સેલના જગદીશતભાઇ વ્યાસ, જનમિત્ર સેલના હાર્દિકભાઇ કાનાણી, સોશ્યલ મિડીયા સેલના શરદભાઇ મકવાણા, સેવાદળ સેલના મયુરભાઇ ત્રિવેદી તેમજ નવનિયુકત જિલ્લા કારોબારીના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ, સંગઠન મંત્રીશ્રીઓ તથા કારોબારી સભ્યો સહિતના કોંગ્રેસના બહોળી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપ્ાસ્થિત રહયા હતા.

    સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા મહામંત્રી જનકભાઇ પંડયા, પ્રવીણભાઇ કમાણી, વિપુલભાઇ પોંકીયા, જગદીશભાઇ તળાવીયા, કેતનભાઇ વામજાએ જહેમત ઉઠાવી હતી.
Follow Me:

Related Posts