ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીમાં અલગ-અલગ વિષયો મૂકવામાં આવ્યા છે તે પૈકી વિવિધ વિષયોમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી વિસ્તારક યોજના મૂકી રહી છે. આ વિસ્તારક યોજનાના બે ભાગ છે 06 માસ માટે યુવા વિસ્તરકોને હવે પહેલા ફેઝમાં 104 નો વર્ગ થયો અને આ વિસ્તારકો 06 માસ માટે નીકળ્યા છે આ 06 માસ વાળા વિસ્તારકોનો બીજો ફેઝ આગામી જૂનના બીજા સપ્તાહમાં બાકીની વિધાનસભામાં જનાર છે. સમગ્ર 182 વિધાનસભા માટે આ વિસ્તારકો નીકળશે. સાથે-સાથે આગામી તા. 11, 12 અને 13 જૂન અલ્પકાલિન વિસ્તારકોની યોજના બનાવી છે 10,069 શક્તિ કેન્દ્રમાં 12,500 વિસ્તારકો નીકળશે.
આ તમામ શક્તિકેન્દ્રો પર જઈને પેજ સમિતિના પ્રમુખો પેજ સમિતિના સદસ્યો, બુથની સમિતિ, બુથમાં રહેલા લાભાર્થીઓનો સંપર્ક કરવાના છે, બુથમાં રહેલા કી વોટર્સનો સંપર્ક કરવાના છે. આ અલ્પકાલિન વિસ્તારકમાં પ્રદેશનું નેતૃત્વ કરી રહેલા પ્રદેશ પદાધિકારીઓ અને રાજયસરકારમાં રહેલા તમામ મંત્રીઓ તેમજ જિલ્લા અને મંડલ સુધીના પદાધિકારીઓ, કારોબારી સદસ્યો અને મોરચાના સદસ્યો આ તમામ કાર્યકર્તાઓ જોડાશે. આ ભારતીય જનતા પાર્ટીનું વિરાટ અભિયાન છે અને આ વિરાટ અભિયાનના આધાર પર જૂન માસની 11, 12, અને 13 તારીખમાં પ્રદેશના 51 હજાર બૂથ સુધી ભારતીય જનતા પક્ષની વાત અમે પહોંચાડવાના છીએ અને પેજ સમિતિના સદસ્યો સુધીનો આ સંપર્કનો વિરાટ અભિયાન યોજાશે.
Recent Comments