આગામી સમયમાં અક્ષય કુમારની છ ફિલ્મો આવી રહી છે
હવે સિનેમાઘરો ખુલી રહ્યા હોઇ ફિલ્મ જગત ઉત્સાહીત બન્યું છે. લાંબા સમયથી દર્શકો પણ થિએટરથી દૂર હતા. હવે ધીમે ધીમે બધુ રાબેતા મુજબ થવાનું છે. ત્યારે ખિલાડી અક્ષયકુમારે લોકોને વિનંતી કરી છે કે ફિલ્મો રિલીઝ થતાં લોકોએ સિનેમાઘરોમાં જવાનું શરૂ કરી દેવું જાેઇએ. જેથી ફિલ્મ જગત ફરીથી બેઠુ થઇ શકે. મહારાષ્ટ્રમાં પણ થિયેટર્સને ફરીથી ખોલવાની છુટ અપાઇ ગઇ છે. અક્ષયકુમારની સૂર્યવંશી, પૃથ્વીરાજ, બચ્ચન પાન્ડે, રક્ષાબંધન, અતરંગી રે અને રામસેતુ જેવી છ ફિલ્મો આવી રહી છે. જેમાંથી એકાદી ડિજીટલ પ્લેટફોર્મ પર અને બાકીની સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. દોઢ વર્ષ આખી ઇન્ડસ્ટ્રી માટે કપરો સમય હતો. જાેકે હવે મહારાષ્ટ્રમાં પણ થિયેટર્સ ફરીથી શરૂ થવાનાં હોવાથી બધા સકારાત્મક વિચારી રહ્યા છે. ફિલ્મ જગતને આશા છે કે દર્શકો ફરીથી અગાઉ જેટલો જ પ્રેમ આપશે.
Recent Comments