આગામી ૧૬ એપ્રિલના અમરેલી રોજગાર કચેરી દ્વારા ભરતીમેળાનું આયોજન
રોજગાર ઈચ્છુકોએ anubandham.gujarat.gov.in પોર્ટલ પર નોંધણી કરવી ફરજિયાત
અમરેલી જિલ્લાના ૧૮ થી ૩૫ વયજૂથના ધોરણ-૧૨ પાસ રોજગાર ઇચ્છુકો માટે જિલ્લાના ખાનગી ક્ષેત્રના મારુતિ સુઝુકી ઓથોરાઈઝડ ડીલરશીપ ધરાવતા અગ્રગણ્ય એકમ આલ્ફા ઓટો લિંક લીમીટેડ ખાતેની સેલ્સ એકઝીકયુટીવ, સર્વિસ એડવાઈઝર, બોડીશોપ એડવાઈઝર અને ટેલીકોલરની જગ્યા પર ભરતી હેતુ અનુબંધમ પોર્ટલના માધ્યમથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી,સી- બ્લોક,બહુમાળી ભવન-અમરેલી ખાતે તા.૧૬/૦૪/૨૦૨૨ ના રોજ સવારે ૧૧ કલાકે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ભાગ લેવા શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup ઉપર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. આ અંગે વધુ માહિતી માટે રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલસેન્ટર નં.: ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
Recent Comments