અમરેલી

આગામી ૧૭ જુલાઈના અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે

અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા. ૧૭/૭/૨૦૨૧ ના રોજ અમરેલી કલેક્ટર કચેરી ખાતે મળશે. આ બેઠકમાં ફરિયાદ સમિતિ તરીકે લોક પ્રતિનિધિઓ તથા અધિકારીશ્રીઓ સાથે ગત બેઠકની કાર્યવાહી નોંધ વંચાણમાં લેવાશે તેમજ ચર્ચામાં મુકવામાં આવેલા લોક પ્રતિનિધિશ્રીઓના પ્રશ્નો અંગે જે તે વિભાગના સબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. નિકાલમાં બાકી કાગળો તેમજ અવેઇટ કેસો અને પેન્શન કેસોની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

Related Posts