આગામી ૨૬ ફેબ્રુઆરીના મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે
આગામી ૨૬મી ફેબ્રુઆરીના રોજ અમરેલીના લીલીયા રોડ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કોરોના કાળ દરમિયાન સ્થગિત થયેલ ગરીબ કલ્યાણ મેળાઓ ફરીથી શરૂ થતાં રાજ્યભરમાં તા. ૨૪,૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના ત્રણ દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૪ ફેબ્રુઆરીના રોજ દાહોદ, ૨૫ ફેબ્રુઆરીના રોજ મોરબી તેમજ ૨૬ ફેબ્રુઆરીના રોજ અમરેલી મુકામે રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આવકારવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જ્યારથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું અમરેલી આવવાનું નક્કી થયું છે ત્યારથી જ સમગ્ર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ કમિટિઓની મિટિંગ તેમજ કામગીરીની સોંપણી કરી ગરીબ કલ્યાણ મેળાના આયોજન અને વધુને વધુ લાભાર્થીઓને લાભ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ મુખ્યમંત્રીશ્રીની મુલાકાતને લઈને આજે ૨૪ ફેબ્રુઆરીના સાંજે કલાકે ગરીબ કલ્યાણ મેળાનું રિહર્સલ રાખ્યું છે જેમાં તમામ વિભાગની કામગીરીનો કાર્યક્રમના સ્થળે રિવ્યૂ લેવામાં આવશે. કલેક્ટરશ્રીએ વહીવટી તંત્રના અધિકારીશ્રીઓને પોતાને સોંપવામાં આવેલઈ કામગીરીની અદ્યતન વિગતો સાથે ફરજિયાત હાજર રહેવા જણાવ્યું હતું.
Recent Comments