fbpx
અમરેલી

આગામી ૨૭ અને ૨૮ નવેમ્બરના મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ

અમરેલી તા. ૨૦ નવેમ્બર, લોકશાહીને મજબૂત બનાવવા અને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા પાત્રતા ધરાવતા યુવાઓ મતદારયાદીમાં અચૂક નામ નોંધણી કરાવવી જરૂરી છે. નવેમ્બર માસ દરમિયાન ઝુંબેશ સ્વરૂપે મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ માસમાં જાહેરરજાના ત્રણ રવિવાર અને એક શનિવારે લોકો નજીકના મતદાન મથકે ખાસ ઝુંબેશ સ્વરૂપે તા.૧-૧-૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવાનો મતદાર તરીકે પોતાનુ નામ નોંધાવી શકશે. ઉપરાંત મતદાર ઓળખપત્રમાં રહેલી ક્ષતિ અને સરનામાને આ ઝુંબેશમાં સુધારી શકાશે. ગત ૧૪ અને ૨૧ નવેમ્બરના યોજાયેલ ઝુંબેશ દરમિયાન નોંધણી પ્રક્રિયાને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

આ ઝુંબેશમાં સમગ્ર અમરેલી જિલ્લામાં ૫ વર્ગ-૧ ના અધિકારીશ્રીઓ ઈઆરઓ તરીકે, ૧૨ વર્ગ-૨ ના અધિકારીશ્રીઓ એઈઆરઓ તરીકે અને ૧૮ ખાસ ચૂંટણી ફરજ પરના વર્ગ-૨ ના એડિશનલ એઈઆરઓ તરીકે એમ કુલ ૩૫ જેટલા વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ ફરજ બજાવશે. જિલ્લાના ૧૧ તાલુકાઓના કુલ ૮૬૨ સ્થળોએ ઉભા કરવામાં આવેલા ૧૪૧૧ બુથ ઉપર ૧૪૧૧ બીએલઓ અને ૧૩૧ સુપરવાઈઝરો મતદાર નોંધણીની પ્રક્રિયામાં સહભાગી થશે.

ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે બહેતર ભવિષ્યના નિર્માણ અને સારા જનપ્રતિનિધિ ચૂંટવામાં લોકો મતાધિકાર ઉપયોગ કરે તે આવશ્યક છે. આમ, જો લોકોએ મતદાર યાદીમાં નામ નોધાવ્યું હશે તો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. હાલ સમગ્ર અમરેલી જિલ્લામાં ૧૮-૨૯ વયજૂથના બાકી રહેલા યુવાઓ ખાસ ઝુંબેશનો લાભ મેળવી પોતાનું નામ મતદાર યાદીમાં અચૂક નોંધાવી ‘મતદાર’ બને તે જરૂરી છે.

ક્યાં-ક્યારે કરાવશો મતદાર યાદીમાં નોંધણી?

સરકારી કામકાજના દિવસો દરમિયાન સંબંધિત મામલતદાર કચેરી ઉપરાંત ખાસ ઝુંબેશ હેઠળના દિવસો તા. ૨૭ અને ૨૮ નવેમ્બરના રોજ મતદાન મથક ખાતે સવારે ૧૦ થી ૫ કલાક દરમિયાન બીએલઓ પાસે મતદાર યાદીમાં નામ ઉમેરવાની સાથે વોટર આઇડીમાં રહેલી ક્ષતિ અને સરનામાં પણ સુધારો કરી શકાશે.

ઓનલાઈન નામ નોંધાવી મતદાર‘ બની શકો છો?

ઓનલાઈન મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે મોબાઈલ એપ ઉપરાંત www.voterportal.eci.in અથવા www.nsvp.in પર પણ મતદાર યાદીમાં નામ નોંધાવી મતદાર બનવાની સાથે જ વોટર આઈડીમાં જરૂરી સુધારા પણ કરી શકો છો.

ઓનલાઇન નામ નોંધાવવા માટે જો આધાર કાર્ડમાં યોગ્ય સરનામું યોગ્ય હોય તો અન્ય કોઈ પુરાવાની જરૂર રહેતી નથી. અન્યથા બીજો કોઈ સરનામાંનો પુરાવો અપલોડ કરવાનો રહેશે. તેમજ હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પરથી પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકો છો.

Follow Me:

Related Posts