fbpx
અમરેલી

આગામી ૫ થી ૨૨ ઓગસ્ટ દરમિયાન ગોધરા ખાતે લશ્કરી ભરતી મેળો યોજાશે. ભરતીમેળામાં ભાગ લેવા ૨૦ જુલાઈ સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત

ભારતીય લશ્કરમાં જોડાઇને દેશસેવાની સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે ભારતીય સેનામાં જોડાવાની સુવર્ણ તક આવી છે. ગુજરાતના ફક્ત પુરૂષ ઉમેદવારો માટે આગામી તા.૦૫/૦૮/૨૦૨૧ થી તા.૨૨/૦૮/૨૦૨૧ દરમ્યાન કનેવાલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ગોધરા, જિ. પંચમહાલ ખાતે લશ્કરી ભરતી મેળો યોજાશે.

જેમાં સોલ્જર (જનરલ ડ્યુટી), સોલ્જર ટેકનિકલ, સોલ્જર નર્સિગ આસીસ્ટન્ટ/નર્સિગ આસીસ્ટન્ટ, સોલ્જર કલાર્ક જેવી કેટેગરી માટે થલસેના ભરતી કાર્યાલય દ્વારા લશ્કરી મેળો યોજાનાર છે. ૧૭.૫ થી ઓછી ઉંમરના અને ૨૩ થી વધુ ન હોય તેવા શૈક્ષણિક લાયકાત ધરાવતા અને શારીરિક માપદંડ ધરાવતા ફક્ત પુરુષ ઉમેદવારોએ ભારતીય સેનાની વેબસાઇટ www.joinindianarmy.nic.in પર તા. ૨૦/૦૭/૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે અને અરજી કરેલ ઉમેદવારોને જ ભરતી મેળામાં પ્રવેશ મળશે. વધુ માહિતી માટે ભારતીય સેનાની વેબ સાઇટ www.joinindianarmy.nic.in અથવા જિલ્લા રોજગાર કચેરી અમરેલી અથવા થલસેના ભરતી કાર્યાલયના હેલ્પલાઈન નં. ૦૭૯ ૨૨૮૬૧૩૩૮ નો સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

૦૦૦

Follow Me:

Related Posts