આગામી ૬ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન તરણેતરનો મેળો યોજાશેકુંડ અને તળાવ ફરતે તરવૈયા સહિતની ટીમ તૈનાત રહેશે
સુરેન્દ્રનગરમાં વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો દર વર્ષે યોજાય છે. મેળાને લઈ જીલ્લા કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. તરણેતર ખાતે આગામી સમય દરમ્યાન મેળો યોજાશે. મેળાને લઈ રસ્તા, પાર્કિગ સહિતનાં મુદ્દે સૂચના આપવામાં આવી રહી છે.તેમજ કાયદો અને વ્યવસ્થાનાં ભાગરૂપે સબંધિત અધિકારીઓ સાથે સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. આગામી તરણેતર ખાતે ૬ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે મેળો યોજાશે.
પશુ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ છે. તેમજ કુંડ અને તળાવ ફરતે તરવૈયા સહિતની ટીમ તૈનાત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે સરપંચે જણાવ્યું હતું કે, આજે બધા જ સાંસદ, ધારાસભ્યો, એસપી સહિતનાં અધિકારીઓની હાજરીમાં તરણેતર ખાતે મીટીંગ બોલાવવામાં આવી હતી. આગામી સંજાેગોમાં હવે ખાસ વરસાદ નહી પડવાનો જે વિષય છે. એનાં સંદર્ભે તરણેતરનો મેળો યોજવાનો બધાએ સર્વસંમતિથી ર્નિણય કરલે છે. જેની કામગીરી આજથી ચાલુ થશે. જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો. જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો. હવે આગામી સમયમાં કોઈ વાવાઝોડાની સ્થિતિ ઉભી થવાની નથી. જેથી મેળો સર્વ સંમતિથી યોજવાનું બધાએ નક્કી કરેલ છે.
Recent Comments