fbpx
ગુજરાત

આગાવાડ ગામેથી પોલીસે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. ૧,૧૨,૬૦૮ના પ્રોહી જથ્થા જપ્ત કર્યો

 દાહોદ તાલુકાના આગાવાડ ગામેથી પોલીસે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. ૧,૧૨,૬૦૮ના પ્રોહી જથ્થા સાથે ગાડીના ચાલક સહિત બે જણાની અટક કરી જ્યારે એક ઈસમ પોલીસને ચકમો આપી નાસી જતાં પોલીસે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૨,૬૬,૧૦૮નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.    ગત તા.૦૧ જુનના રોજ દાહોદ તાલુકાના કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે આગાવાડા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઈક્કો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે ગાડીને પોલીસે ચારેય તરફથી ઘેરી લીધી હતી ત્યારે તેમાં સવાર ત્રણ પૈકી મધ્યપ્રદેશના ઠેકાનો માલિક પોલીસને ચકમો આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો ત્યારે પોલીસે ગાડીમાં સવાર મહેશભાઈ ભુરસીંગભાઈ સંગાડા (રહે. સંગાડા ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ) અને બીપીનભાઈ ભરતભાઈ ભુરીયા (રહે. પસાયા ફળિયું, બીલાવાણી, તા. ઝાલોદ, જિ.દાહોદ) નાને પોલીસે ઝડપી પાડી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.૮૬૪ કિંમત રૂા. ૧,૧૨,૬૦૮ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા, ૨,૬૬,૧૦૮નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts