ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં આવેલા એક શિવ મંદિરની છત પડતા અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાયા છે. આ દુર્ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે, જ્યારે ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક લોકો કાટમાળ હટાવવામાં રેસ્ક્યુ ટીમની મદદ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના આગ્રાના શિવ મંદિરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પૂજા દરમિયાન મંદિર પરિસરની છત તૂટી પડતાં એક બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એક ડઝન ભક્તો કાટમાળ નીચે દટાઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે શિવ મંદિરમાં આ ઘટના બની તે શાહગંજના મહાવીર નગરમાં છે. ભગવાન શિવની પૂજા કરવા માટે દરરોજ સેંકડો ભક્તો અધિક શ્રાવણ મહિનામાં આ મંદિરમાં આવે છે. આજે સવારે પણ ભક્તો કાવડ સાથે ભોલેનાથના જલાભિષેક કરવા પહોંચ્યા હતા. મંદિરમાં ભગવાન શિવના મંત્રોચ્ચાર થયા હતા. ત્યારે અચાનક આ અકસ્માત સર્જાયો હતો. તે જ સમયે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતની નોંધ લીધી છે. તેમણે અધિકારીઓને સૂચના આપી છે કે અકસ્માતમાં ઘાયલ શ્રદ્ધાળુઓને યોગ્ય સારવાર આપવામાં આવે. તેમજ લોકોને શાંતી જાળવી રાખવા પણ અપીલ કરવામાં આવી છે. હાલ મંદીરમાં અરાજકતાનો માહોલ છે. રેસ્ક્યુ ટીમ કોદાળીની મદદથી કાટમાળ હટાવી રહી છે. મળતી માહિતી મુજબ કાટમાળ નીચે દટાયેલા કેટલાક ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવી છે.
આગ્રાના શિવ મંદિરમાં છત ધસી પડતા એકનું મોતકાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા

Recent Comments