આગ્રામાં સ્વામી પ્રસાદ મૌર્ય પર જૂતું ફેંકાયું, પોલીસ કરી ૧ યુવકની ધરપકડ
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક જાહેર સભા દરમિયાન સ્વામી પ્રસાદ મૌર્ય પર જૂતું ફેંકવામાં આવ્યું હતું, સ્વામી પ્રસાદ મૌર્ય હંમેશા પોતાના તીખા અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેલા છે. મૌર્ય એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા ત્યારે આચનકજ સસમે જનતા માં બેઠેલો એક યુવક ઊભો થયો અને સ્વામી પ્રસાદ પર જૂતું ફેંક્યું હતું. યુવકે બીજું જૂતું પણ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાના ખિસ્સામાંથી કાળો ઝંડો કાઢ્યો અને મુર્દાબાદના નારા લગાવ્યા. સ્થળ પર હાજર લોકોએ યુવકને માર માર્યો હતો. યુવકની ઓળખ હિન્દુ મહાસભાના હોદ્દાદાર તરીકે કરવામાં આવી છે. આ ઘટના માં પોલીસ જૂતું ફેંકનાર યુવક ની ધરપકડ પણ કરી લીધી હતી.
Recent Comments