fbpx
ભાવનગર

આચાર્ય સોળ સંસ્કારભૂષણ:મોરારિબાપુ

ઉપનિષદમાં કહેવા પ્રમાણે ‘આચાર્ય દેવો ભવ’ પાંચ પડાવમાં વ્યાખ્યાયિત કરી શકાય. શિક્ષક, આચાર્ય, ગુરુ, સદગુરુ અને આપણે જેનું વારંવાર ઉચ્ચારણ કરીએ છીએ એવા બુદ્ધ પુરુષ. પરંતુ ઘણાં વર્ષો પહેલાંની મારી પાસે એક નોંધ છે કે જેમાં આચાર્યના એટલે કે બીજા પડાવના સોળ જેટલાં લક્ષણો ટપકાવ્યા છે.અગાઉ આચાર્યની આચાર,વિચાર,ઉચ્ચાર અને વ્યવહાર શુદ્ધતાની વાત આવી જ છે.           

પહેલાં આવે છે આગમ. ભણાવે એટલે કે તમામ શાસ્ત્રોનું જ્ઞાન જેમની પાસેથી પ્રાપ્ત થાય, પછી તે વેદ-ઉપનિષદની વાત હોય કે આપણાં બીજગણિત- ભૂમિતિ વગેરે હોય તેવાં આચાર્ય.આપદ્ ધર્મ જે નિભાવી જાણે તે તેનું બીજું લક્ષણ છે, એટલે કે પોતાની જે જવાબદારી છે તેનું સુચારું રીતે પાલન કરે. ત્રીજું છે જે આનંદ આપે. કેળવણીની સમગ્ર પ્રક્રિયાએ આનંદદાયક હોવી જોઈએ. મને ખબર છે અમારાં હાઈસ્કૂલના આચાર્ય મહેતા સાહેબ જ્યારે તાસ લેતાં હોય ત્યારે એટલું પ્રવાહી રીતે વહેતાં હોય જાણે કે એ વિદ્યાર્થીઓ સાથે મળી ગયાં હોય,એ રીતે આનંદથી સૌને ભણાવતાં હોય.બધાને ખબર પણ ન પડે કે એમનો તાસ ક્યારે પૂરો થયો. આચાર્યએ આશ્રય આપનાર હોવાં જોઈએ જ્ઞાન અને પ્રત્યક્ષ રીતે પણ જ્યારે શિષ્યોને કે વિદ્યાર્થીને કોઈ નાની મોટી જરૂરિયાત ઊભી થાય ત્યારે તેનો આશરો એ આચાર્ય બને.જો કે તેમાં સતત શ્રમ પણ વણાયેલ છે વિનોબાજી કહે છે એ આશ્રમ શુ કામનો જેમાં શ્રમ ન હોય.’આરક્ષણ’વિદ્યાર્થી માટે શિષ્ય માટે સંપુર્ણ આરક્ષિત હોય,સતત હાજર.                   

જે ગુરુ,શિક્ષક આરામ આપતાં હોય.જ્યાં તમને શાંતિનો શાતાનો અનુભવ થતો હોય.આપણાં જીવનમાં પછી એ વિદ્યાર્થીઓ હોય તો પણ નાની મોટી સમસ્યાઓ, પડકારો હોય જ છે.પરંતુ તેમાં આપણને આશ્વાસન આપે આશ્ર્વસ્થ કરે તે આચાર્ય.આખરે સીધી રીતે અને પરોક્ષ રીતે પણ આપણાં જીવનમાં સાંપ્રત સમયનું ખૂબ મહત્વ હોય છે અને તેમાં આપણે કહીએ છીએ કે બીજા લોક તો આપણે જોયાં નથી, પણ આલોક એટલે વર્તમાન આપણો જે સુધારી આપે તે.આચાર્ય હંમેશા આદેશ આપવા માટે જે સક્ષમ હોય, આદેશ આપે. પોતાની જાતને તે આદેશ આપી શકવા માટે અને શિષ્યો તેના આદેશને સ્વીકારવા માટે તત્પર હોય. દસમો સંસ્કાર, આ સંસ્કારને એનું અર્થઘટન કોઈએ વિપરીત રીતે કરવાનું નથી. આપણે કોઈપણ બાબતને અલગ રીતે ઓળખવા સતત પ્રયત્ન કરતાં હોઈએ છીએ. તેથી આ સંસ્કાર, આ લક્ષણ જેને હું કહું છું તે છે આશ્લેષ. ગુરુની પાસે શિષ્ય આશ્લેષ કરીને પરમ શાંતિનો અનુભવ કરી શકે.આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળમાં આપણાં ઋષિઓએ એમના શિષ્યો માટે કેવી આશ્લેષની વાત સરસ રીતે કરી હતી.ગુરુકુલ પંરપરા તેનું ઉતમ ઉદાહરણ છે.અહીં આપણે કહી શકીએ કે જ્યારે જરૂર પડે ત્યારે આચાર્યએ ઢાલ બનીને ઉભા હોય સુખમાં પાછળ હોય અને દુઃખમાં આગળ હોય.         

અગીયારમી વાત છે આકાર આપવાની, જે પોતાના વિદ્યાર્થીને પોતે જે ઈચ્છે છે તેવો આકાર આપી જાણે.આપણે જાણીએ છીએ કે રામકૃષ્ણ પરમહંસ તો બહુ શિક્ષિત નહોતા. પરંતુ ખૂબ જ ભણેલાં એવા આપણાં યુવા સંન્યાસી શ્રી વિવેકાનંદજીને કઈ રીતે દીક્ષિત કર્યા,તેને આકાર આપ્યો.આદર્શ આપે શ્રેષ્ઠ, નિર્ણય, કાર્ય અને ભૂતકાળના અનુભવોનો અર્ક એવો આદર્શ શું હોઈ શકે તે આચાર્ય પાસેથી મળે છે. તેને ઉડવા માટેની સ્વતંત્રતા ન હોય તો તે કદાચ તેનો પૂર્ણ રીતે વિહારથી વિકાસ ન કરી શકે તેથી દરેક આચાર્યએ પોતાના વિદ્યાર્થીઓને ‘આકાશ’ આપવુ જોઈએ.’આતૅતા’આપી શકે એટલે કે તમારી જિજ્ઞાસાને બળ આપે જો જિજ્ઞાસા વધે અને તો આપણે પરમ સુધી પહોંચી શકીએ. વર્ષો પહેલાં આપણી કથામાં પણ પ્રશ્નો પૂછવાની પ્રથા નહોતી.આજે આપણે કોઈપણની જિજ્ઞાસાને સમજ પ્રમાણે સંતોષ આપવા પ્રયત્ન કરીએ છીએ.’આખર ટાણે ઉભો રહે’ તે આચાર્ય.જીવનમાં ચઢાવ ઉતાર સતત ચાલતી પ્રક્રિયા છે.તેમાં વિદ્યાર્થી જીવન પણ બાકાત નથી. તેથી જ્યારે આપદ્કાળ આવે કોઈ મુશ્કેલી આવે ત્યારે આચાર્ય આપણી સાથે હોય.    અને છેલ્લી વાત આવે છે’ આકંઠ’. પીવડાવે તે આચાર્ય.જ્ઞાનની સીમાઓને બાંધીને નહીં પણ સતત અને અસ્ખલિત પીરસ્યા કરે, તે આચાર્ય. વિનોબાજી કહે છે કે વિશ્વાસ પણ હોય વિવેક પૂર્ણ હોય.(સંદર્ભ – ઓન્ટારિયો,લોસએન્જેલસ (યુએસએ) કથા જુન-22)સંકલન-તખુભાઈ સાંડસુરbapusaheb1961@gmail.com9427560366

Follow Me:

Related Posts