આજથી અમદાવાદના ૫૮ સિગ્નલ પર સમય ૨૫ સેકન્ડથી ઘટાડીને ૨૦ સેકન્ડ કરી દેવાયો
આજથી અમદાવાદના ૫૮ સિગ્નલ પર સમય ૨૫ સેકન્ડથી ઘટાડીને ૨૦ સેકન્ડ કરી દગુજરાતમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ૪૧થી ૪૨ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. આવામાં અમદાવાદમાં ૨૩ અને ૨૪ એપ્રિલે યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે વાહનચાલકોને હાલાકી ન થાય તે માટે ટ્રાફિક પોલીસ અને છસ્ઝ્ર એ મોટો ર્નિણય લીધો છે. આજથી બપોરના સમયે સિગ્નલ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. આજથી અમદાવાદના ૫૮ સિગ્નલ પર સમય ૨૫ સેકન્ડથી ઘટાડીને ૨૦ સેકન્ડ કરી દેવાયો છે. જેથી લોકોને વધુ સમય સિગ્નલ પર ઉભા રહીને તપવુ નહિ પડે. ગરમીમાં અમદાવાદના વાહનચાલકોને રાહત આપતો ર્નિણય એએમસી અને ટ્રાફિક વિભાગ દ્વારા લેવાયો છે. અમદાવાદમાં આજથી કેટલાક ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે, તો મહત્વના ટ્રાફિક સિગ્નલ પર સમય મર્યાદા ઘટાડવામા આવી છે. આજથી અમદાવાદના ૧૨૭ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે.
આજથી બપોરે ૧૨થી ૪ સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. તો સાંજે ૪ વાગ્યા પછી ટ્રાફિક સિગ્નલ રાબેતા મુજબ ચાલુ કરાશે. એએમસી દ્વારા પણ શહેરના બગીચાઓ રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો ર્નિણય લેવાયો છે. તો સાથે જ આજથી અમદાવાદના ૫૮ સિગ્નલ પર સમય ૨૫ સેકન્ડથી ઘટાડીને ૨૦ સેકન્ડ કરી દેવાયો છે. જેથી લોકોને વધુ સમય સિગ્નલ પર ઉભા રહીને તપવુ નહિ પડે. ઉલ્લેખનીય છે કે, ભારતનો ૯૦ ટકા હિસ્સો હીટવેવના ડેન્ઝર ઝોનમાં છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસના તારણ મુજબ આ આંકડો આપવામા આવ્યો છે. જે ચોંકાવનારો છે. ગરમીના પ્રકોપથી છેલ્લાં ૫૦ વર્ષમાં ૧૭,૦૦૦થી વધુ મોત થયા છે. વર્ષ ૧૯૭૧ થી ૨૦૧૯ સુધીમાં ૭૦૬ હિટવેવની ઘટનાઓ વધી છે. દિલ્હીમાં ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવાનો એક્શન પ્લાન નિષ્ફળ રહ્યો છે. હાલ આખું દિલ્લી હિટવેવના કારણે ગરમ લૂની ઝપેટમાં આવી જવાની શક્યતા છે.ેવાયો
Recent Comments