ચોટીલા પાસે આવેલ જૂના સૂરજદેવળ અને નવા સૂરજદેવળ ખાતે સમગ્ર ભારત અને ભારત બાર વસ્તા કાઠી ક્ષત્રિય સમાજના લોકો સાડા ત્રણ દિવસના ઉપવાસ કરી ભગવાન સૂર્યનારાણના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવશે .પ્રાચીન યુગમાં વિધર્મીઓ નાં આક્રમણ સામે વિજયી બનવા કાઠી દરબારોએ તેમના ઇસ્ટદેવ ભગવાન સૂર્યનારણના સાડાત્રણ દિવસના ઉપવાસ કરી આરાધના કરી હતી .આજે પણ કાઠી સમાજ પોતાનાં પૂર્વજનોના ખુમારી ભરેલા આ સોનેરી ઇતિહાસનુ ગૌરવપૂર્ણ રીતે પાલન કરે છે . દર વર્ષે સાડા ત્રણ દિવસના ઉપવાસ કરી આ ધાર્મિક પરંપરાનું ચુસ્ત પણે પાલન કરી આ પરંપરા નિભાવે છે .મોટા વડીલો થી લઈને યુવાનો બાળકો તેમજ વડીલ માતાઓ અને યુવાન દીકરીઓ પણ આ સાડા ત્રણ દિવસના ઉપવાસ કરે છે .અમુક ક્ષત્રિય સમાજના લોકો જુના સૂરજ દેવળ અને નવાં સૂરજ દેવળ મંદિર જઈને સાડા ત્રણ દિવસના ઉપવાસ કરે છે તો અમુક લોકો પોતાના ઘરે રહી ને સાડા ત્રણ દિવસના ઉપવાસ કરે છે અને પારણાં સૂરજ દેવળમંદિર ખાતે કરે છે .પારણાં કરવાં મોટી સંખ્યામાં લોકો મંદિરે આવે છે અને ભગવાન સૂર્યનારાણના આશીર્વાદ પ્રાપ્ત કરે છે .મોટી સંખ્યામાં બાબરા નાં યુવાનો અને વડીલો જૂના સૂરજદેવળ ખાતે વરસો થી જાય છે અને ત્યાં ઉપવાસ કરી સાથે સાથે પોતાની સેવા પણ આપે છે.
આજથી પાંચાળ ભૂમિના સુરજદેવળ મંદિરે કાઠી ક્ષત્રિય સમાજ સાડા ત્રણ દિવસના ઉપવાસ કરશે

Recent Comments