fbpx
અમરેલી

આજનાં હાઈટેક અલ્ટ્રા સાઉન્ડ સિસ્ટમનાં યુગમાં સાવરકુંડલા શહેરની એ બેન્ડ પાર્ટીનાં વ્યવસાયને શુભ પ્રસંગે આવકારીને તેનાં રોજગારમાં સહાયક બનીએ અને લુપ્ત થઈ રહેલી એ કલાની વિરાસતને નવજીવન બક્ષીએ..

આ હાઈટેક ઈલેક્ટ્રોનિક યુગમાં ડી. જે. સાઉન્ડ જેવાં ઉપકરણો વચ્ચે લગ્ન સમારંભ કે શુભ પ્રસંગોમાં હવે બેન્ડ પાર્ટીનાં આથમતાં યુગમાં પણ હજુ સાવરકુંડલા શહેરમાં બે ચાર બેન્ડ પાર્ટી વાળા હજુ પણ પોતાની કલાનાં કામણ પીરસતાં જોવાં મળે છે. હા, સમય એનો એ જ છે પરંતુ ઉપકરણો નેનો થયાં ચીપ થી શરૂ કરી માઈક્રો ચીપ્સ અને તેનો ટેકનોલોજીએ જીવનની ઓરિજિનલ આનંદ છીનવી લીધો હોય તેવું લાગે છે. લગ્ન પ્રસંગે વળાવતી વખતે એ વેલડું તો ઘોડાગાડીની માફક લુપ્ત થયું. હવે ઢોલ અને શરણાઈ તો કોઈ કોઈ લગ્ન સમારંભમાં ભાગ્યે જ જોવા મળે છે. એ મધ્ય યુગની બેન્ડ પાર્ટીનાં પણ હવે વળતાં પાણી થવાની અણી પર છે. હાલ સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર બટુકભાઈ સોલંકી કે જે ખોડિયાર બેન્ડના માલિક છે. જે  પોતાનાં વ્યવસાયમાં કાર્યરત છે. પરંતુ આ  બેન્ડનાં માલિકનું એવું કહેવું છે કે હવે ખૂબ થોડાં શુભ પ્રસંગોમાં લોકો તેની સેવા લેતાં જોવા મળે છે આજકાલ ડી. જે. સાઉન્ડનાં કાનફાડી નાખે તેવાં તાલ લોકોને વધુ માફક આવતાં હોય તેવું જણાય છે.

ધ્વનિનું પ્રદુષણ પણ હવે લોકોને માફક આવી ગ્યુ હોય તેવું પણ કહી શકાય અને પરિણામ સ્વરૂપે લોકોમાં બહેરાશનું પ્રમાણ પણ હવે ધીમી ગતિએ વધી રહ્યું છે. આમ તો લગ્નસરાની મોસમ પણ સિમિત હોય, યજ્ઞોપવીત સંસ્કાર, મંદિરનાં પાટોત્સવ, સામૈયું, ફૂલેકા, ઉદ્ઘાટન સમારંભ, સ્વાગત સમારંભ જેવાં પ્રસંગે આ બેન્ડ પાર્ટીનો વ્યવસાય થોડો ઘણો ચાલે છે. પરંતુ એમાં પણ અલ્ટ્રા મેગાસાઉન્ડ જેવાં હાઈટેક ડી. જે. સાઉન્ડ સિસ્ટમ દ્વારા પણ આવાં પ્રસંગો ઉજવવાય છે તેથી બેન્ડ પાર્ટીવાળાનો વ્યવસાય હાલ તો ઓક્સિજન પર જ ગણાય.. જો કે મશીન દ્વારા ઓટોમેટિક નીકળતી સુરાવલી કરતાં જીવંત કલાના ઉપાસકો દ્વારા પીરસાતું એ બેન્ડ પાર્ટી કે શહેનાઈ વાદનનું સંગીત માનવીના મનને શાંતિ તો જરૂર આપે છે. પરંતુ આ બદલતાં જતાં ભૌતિક યુગમાં હાઈટેક એમ્યુઝમેન્ટ અર્થાત્ મશીન મિશ્રિત સંગીત વચ્ચે આજનું માનવ જીવન મુંઝાઈ તો રહ્યું છે. જીવનનાં શુભ પ્રસંગે સાચું સુખ તો એ કલાનાં કસબીઓ દ્વારા વગાડાય રહેલાં ઢોલ, શરણાઈ અને બેન્ડ પાર્ટીનાં વિવિધ વાદ્યોનાં સૂરો થકી જ મળે.. પરંતુ દેખાદેખી અને ચડસાચડસીનાં આ યુગમાં આવી કલાઓ લુપ્ત થવાનાં આરે છે.. હજુ પણ સમય છે. શુભ પ્રસંગે એ લુપ્ત થતી કલાને બીરદાવી અને તેનાં જીવનની રોજગારીનાં સહાયક બનીને એ લુપ્ત થતી કલાને સાચવી લઈએ..

Follow Me:

Related Posts