fbpx
બોલિવૂડ

આજનું સ્ટારડમ ફાસ્ટફૂડ જેવું ટેમ્પરરી : વિકી કૌશલ

વિકી કૌશલે ધીમી પણ મક્કમ ગતિએ બોલિવૂડના મોખરાના એક્ટર્સમાં સ્થાન મેળવ્યું છે. સારા અલી ખાન સાથે વિકી કૌશલની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ હિટ પુરવાર થઈ છે. અગાઉ મસાન, મનમર્ઝિયાં, સરદાર ઉધમ, રાઝી, સંજુ અને ઉરી જેવી ફિલ્મોમાં પણ વિકીના પરફોર્મન્સના વખાણ થયા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિકીની પોઝિશન હાલ ઘણી મજબૂત છે અને તેના પ્રશંસકો પણ વધી રહ્યા છે. જાે કે વિકી પોતાની જાતને સ્ટાર ગણાવવા તૈયાર નથી. વિકીનું માનવું છે કે, આજના સમયનું સ્ટારડમ ફાસ્ટફૂડ જેવું ટેમ્પરરી છે. શાહરૂખ ખાન, સલમાન ખાન અને રિતિક રોશન જ રિયલ સ્ટાર્સ છે. વિકીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તે સ્ટારડમની પાછળ ભાગવામાં માનતો નથી. વળી, પોતાનું સ્ટારડમ ક્યાં સુધી ટકશે તે અંગે પણ વિકીને ખબર નથી. રિતિકને સાચા અર્થમાં સ્ટાર ગણાવતા વિકીએ કહ્યું હતું કે, કહો ના પ્યાર હૈ ફિલ્મ બાદ રિતિકને પ્રશંસકો તરફથી મળેલો પ્રતિભાવ અકલ્પનીય હતો. હું રિતિકને મળવા ખૂબ ઉત્સુક હતો. મારા પિતાએ ટેકનિશિયન તરીકે રિતિક સાથે કામ કર્યું હતું. આમ છતાં માત્ર એક વખત જ તેમને મળી શક્યો હતો. રિતિકને મળવા માટે મારે ખૂબ મહેનત કરવી પડી હતી.

વર્તમાન સમયનું સ્ટારડમ પરમેનન્ટ નથી અને કોઈ એક્ટર સોશિયલ મીડિયા પર પોપ્યુલર હોય ત્યાં સુધી જ સ્ટારડમ જળવાઈ રહે છે. સલમાન ખાન, શાહરૂખ ખાન અને રિતિક રોશન દાયકાઓ સુધી લોકપ્રિય રહ્યા છે અને તેમના જેવું સ્ટારડમ મેળવવા ખૂબ આકરી મહેનત કરવી પડે છે. આજના સમયમાં કોઈ એક્ટર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા કરે ત્યાં સુધી જ સ્ટાર રહે છે. રીયલ સ્ટાર એ જ એક્ટર છે, જેની લોકપ્રિયતા શાહરૂખ, સલમાન કે રિતિકની જેમ લાંબો સમય સુધી અકબંધ રહી હોય. અગાઉના સમયમાં દાયકાઓની મહેનત બાદ બોલિવૂડમાં સ્ટારડમ મળતું હતું અને આ પ્રસિદ્ધિ આજીવન સાથે રહેતી હતી. બદલાયેલા સમયમાં ઈન્સટન્ટ કોફીની જેમ સ્ટારડમ પણ ઝડપથી મળી જાય છે. ફોલોઅર્સ, ફેન્સ, ટિક્સ અને વેરિફિકેશન ખરીદી શકાય છે. તેથી જ આજનું સ્ટારડમ ફાસ્ટ ફૂડ જેવું છે. ઓડિયન્સ તરફથી પોતાને પ્રેમ મળી રહ્યો હોવાથી વિકીએ ખુશી વ્યક્ત કરી હતી, જાે કે સ્ટાર કેટેગરીમાં ગણી શકાય તેવો પોતે સક્ષમ નથી. કેટરિના કૈફ સાથે લગ્ન બાદ વિકી કૌશલની ઓળખ વધારે મજબૂત થઈ છે અને તેની કરિયર પણ પ્રગતિના પંથે છે. આગામી સમયમાં વિકી દેશના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ માણેક શૉની બાયોપિકમાં જાેવા મળશે. આ ઉપરાંત શાહરૂખની ડન્કીમાં પણ તેનો મહત્ત્વનો રોલ છે. ધર્મા પ્રોડક્શન્સની મેરે મેહબૂબ મેરે સનમનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.

Follow Me:

Related Posts