આજનો યુગ જ્ઞાન પ્રાપ્તિનો છે. નોલેજ ઈઝ પાવર એ ઉક્તિને યથાર્થ કરવા માટે વાંચન અને મનન આ બંને કૌશલ્યોને સોળે કલાએ ખિલવવા માટે પણ શાંત ચિત રહે એવું સ્થાન જો કોઈ હોય તો બેશ્ લાયબ્રેરી જ ગણાય. આ બાબતને ધ્યાનમાં રાખીને સાવરકુંડલાના વોર્ડ નંબર ૨માં લાઇબ્રેરી બનાવવા ઉપપ્રમુખ નાકરાણીની નગરપાલિકામાં રજૂઆત.મોબાઇલ અને સોશ્યલ મિડિયાના વળગણને દૂર કરવા માટે પુસ્તકાયો આશીર્વાદ રૂપ હોય છે.. મોટાભાગના ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચતાં વિદ્યાર્થીઓએ લાયબ્રેરીનો ભરપૂર ઉપયોગ કર્યો હોય છે જ્ઞાનસભર પુસ્તકોનું વાંચન એ માનવજાતના સાચાં મિત્રોની ગરજ સારે છે
સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં આવેલા જલારામ મંદિર પાસે જુના સમયના મોળા પાણીના નળવાળી જગ્યા પાસે વોર્ડ નંબર ૨ ના રહેવાસીઓ, યુવાનો, વિધ્યાર્થી ભાઈઓ, બહેનો માટે એક સુવિધાયુક્ત પુસ્તકાલય બનાવવાની સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતીક નાકરાણીએ સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે જો આ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ,યુવાનો માટે લાઇબ્રેરી બનાવવામાં આવે તો હાલના મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં યુવાનો વાંચનથી વિમુખ થતાં જાય છે તેને જો પુસ્તકાલયની સુવિધા ઉપલબ્ધ થાય તો સોશિયલ મીડિયાના વળગણથી યુવાનો ફરી પાછા વાંચન તરફ વળે અને તેઓ જ્ઞાન સમૃદ્ધ બને તો તેનો ફાયદો સમાજને પણ મળી શકે તેમ જણાવી વોર્ડ નં ૨ માં લાઇબ્રેરી બનાવવાની રજૂઆત કરી તેની નકલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને પણ મોક્લી છે.
Recent Comments