આજનો વિદ્યાર્થી ‘જોબ સિકર નહીં, જોવ ગીવર’ બને – શિક્ષણ મંત્રનું સંબોધન
રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સુગ્રથિત સ્વરૂપે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કૃષિ અને પશુપાલન વિભાગનાં સહયોગથી વાઘાવાડી રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર, ભાવનગર ખાતે “નવી દિશા- નવું ફલક” અંગે આયોજિત સેમિનારમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ દરમિયાન તેમણે વિશેષ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું અને કેટલીક મહત્વની વાત ને લઈને તેમને સંબોધન કર્યું હતું. લ વિદ્યાર્થી ‘જોબ સિકર નહીં, જોવ ગીવર’ બને તેના મૂળ પ્રાથમિક કક્ષાએથી જ કેળવાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી દ્વારા ‘માઈન્ડ ટુ માર્કેટ’ સુધી મદદરૂપ થવાનું તંત્ર વિકસિત કર્યું છે. વિદ્યાર્થીઓમાં આવાં સેમિનારોથી કારકિર્દી ઘડવાં માટેની દિશા સાથે આત્મવિશ્વાસ કેળવાય છે, જે વિદ્યાર્થીઓને સફળતા તરફ દોરી જશે તેવો વિશ્વાસ કરું છું. ખાસ કરીને કેન્દ્ર સરકારે પણ વિવિધ શિક્ષણક્ષેત્રની નવી નીતિ અંતર્ગત મોટા ફેરફાર કરે છે જેમાં ઘણા સુધારા-વધારા આવનાર સમયને ધ્યાનમાં રાખી કરવામાં આવશે ત્યારે આગામી સમયમાં ગાંધીનગર ની અંદર નેશનલ કોન્ફરન્સ એજ્યુકેશન ને લઈને યોજવામાં આવશે જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે.
Recent Comments