અમરેલી

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા વડોદરાના હરણી તળાવમાં માસુમ બાળકો અને શિક્ષકો એ જે જીવ ગુમાવ્યો છે તેમને અશ્રુ શ્રદ્ધાંજલિ અર્પણ કરાય.

ગુરુવારે ગુજરાતને ગમગીન કરતી એક ધટના વડોદરામાં બની.વડોદરાના હરણી તળાવ ખાતે બોટ ઊંધી વળી જવાથી બાળકો અને શિક્ષકો મૃત્યુ પામ્યા. ગુજરાતમાં ગંભીર લાપરવાહીને લીધે બની રહેલી ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી અને તંત્ર અનેક ઘટનાઓ બનવા છતાં કોઈ બોધ પાઠ લેતું નથી.આ ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ માટે આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા શહીદ સ્મારક, રાજકમલ ચોક ખાતે કેંડલ માર્ચ કરી શ્રધ્ધાંજલી આપવામાં આવી. અને પ્રભુને પ્રાથના કરવામાં આવી કે આ ઊંઘતી સરકાર અને તંત્રને જગાડે અને સદ્બુદ્ધિ આપે જેથી આવતા સમયમાં આવી અવાર નવાર બનતી ઘટનાઓ અટકી શકે.

Related Posts