fbpx
ગુજરાત

આજી નદીમાં માનવ શરીર ના અંગ પડેલા ની ફરિયાદ બાબતે રાજકોટ પોલીસે તાત્કાલિક તપાસ શરુ કરી

આજી નદીના પટમાંથી કોઈ અજાણયા વ્યક્તિના કપાયેલા પગ મળી આવતા ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. આ મામલે આજી ડેમ પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી છે.માનવ શરીરના કપાયેલા પગને લઈ આજી નદીના આસપાસના લોકોમાં કૂતુહૂલ જોવા મળી રહ્યું છે. એક વ્યક્તિએ નદી પાસે આવતા અજાણયા વ્યક્તિના કપાયેલા પગ જોયા અને સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આ અંગે પોલીસને જાણ કરતા રાજકોટ પોલીસની અલગ અલગ ટીમો તાત્કાલી ઘ્‌ત્નાસ્થ્લ પર પહોચીને તપાસ શરુ કરી હતી. પોલીસ આ પગ કોના છે તે અંગે અને બીજા બોડી પાટર્સ ક્યાં છે તે દિશામાં પોતાની તપાસ હાથ ધરી છે. આ ઘટના બાબતે મળતી માહિતી પ્રમાણે, શહેરના આજીડેમ રવિવારી બજાર પાસે આવેલ આજી નદીના પટમાંથી માનવ શરીરના કપાયેલા પગ મળી આવ્યા છે. આજી નદીના આ પટ્ટમાં દર રવિવારે રવિવારી બજાર ભરાઈ છે. રવિવારીમાં વેપાર કરતા એક વ્યક્તિએ આ પગ જોતા મામલો સામે આવ્યો હતો.

Follow Me:

Related Posts