તળાજા તાલુકાના રાળગોન ગામની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં તા. ૨૯/૦૩/૨૦૨૪ શુક્રવારના દિવસે આજુબાજુના ૫૦ ગામના ધોરણ ૮ ના વિધાર્થીઓની કોન બનેગા એકવીશહજારપતિ સ્પર્ધા યોજાઈ હતી. શાળામાં દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરી વિધાર્થીઓની માનસિક ક્ષમતામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે . સાથે ભાગીદાર બનનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર અને શુભેચ્છા ભેટ શાળા તરફથી આપવામાં આવે છે .આ સ્પર્ધામાં બાળકોને રાઉન્ડ મુજબ પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેક સાચા જવાબ માટે પ્રોત્સાહન રકમ પણ એનાયત કરવામાં આવે છે. આ સ્પર્ધામાં નવ રાઉન્ડનું આયોજન કરવામાં આવેલ હતુ.જેમાં નવમાં રાઉન્ડ સુધી સાચા જવાબ આપનાર બાળકને એકવીશ હજાર નું રોકડ પુરસ્કાર ઇનામ આપવામાં આવેલ જેમાં શ્રી ધરાઈ પ્રાથમિક શાળાના ધોરણ ૮ ના વિધાર્થી ઢગલ જતીનભાઈ રૂખડભાઈએ પોતાની બુદ્ધિ શક્તિના પ્રભાવે નવમો રાઉન્ડ જીતીને ૨૧૦૦૦ નું રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે આ સિવાય અન્ય બાળકોએ પણ દસ હજાર,પાંચ હજાર જેવી રકમો જીતીને સ્પર્ધાનો મનભરીને આનંદ માણ્યો હતો .
આજુબાજુના ધોરણ ૮ ના ૧૪૯૦ બાળકોને મળ્યો અદભુત અનુભવ

Recent Comments