આજે અંબાજી મંદિર બપોર સુધી જ ખુલ્લું રહેશેસોમવારથી રાબેતાં મુજબ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ભરાયા એક ખાસ વિધિ કરવામાં આવે છે. મેળા બાદ મંદિરની પવિત્રતાને શુદ્ધતા માટે સમગ્ર પરિસરની સાફ સફાઈ કરવામાં આવે છે. આ વિધિને પ્રક્ષાલન વિધિ કહેવાય છે. જેથી આવતીકાલે ૧ ઓક્ટોબર, રવિવારના રોજ નિજ મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે, જેને લઈ બપોર બાદ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. જેમાં અંબાજી નીજ મંદિરના ગોખ સહીત સમગ્ર મંદિર પરિસરને સાફ સફાઈ કરાય છે.
આ વિધિમાં અંબાજી મંદિર પરિસરને નદીઓના નીરથી ધોવામાં આવે છે. માતાજીનાં શણગારના સોંના ચાંદીના દાગીનાઓને મંદિરનાં પવિત્રજળની ધોવામાં આવે છે. અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવીધી વર્ષ માં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે. ભાદરવી પૂનમ દરમિયાન હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી મંદિરમાં આવતા હોય છે. જેમાં ઘણા યાત્રિકો રસ્તામાં શૌચક્રિયાઓ વગેરે કર્યા બાદ સીધા મંદિરે દર્શન માટે પહોંચી જતા હોય છે. તેવામાં મંદિરની પવિત્રતા જળવાતી નથી.
જેને લઈ ભાદરવી પૂનમના ચોથા દિવસે મંદિર ગોખ સહિત સમગ્ર મંદિર પરિસરને નદીના પાણીથી ધોઇ સાફ સફાઈ કરવામાં આવે છે. સાથે માતાજીના વિવિધ શણગારના અલંકારો, સવારીને પૂજનની તમામ સામગ્રીની સફાઈ કરવામાં આવે છે, જેને પ્રક્ષાલન વિધિ કહેવાય છે. આ વર્ષે આ પ્રક્ષાલન વિધિ માટે આવતીકાલે ૧ ઓક્ટોબર, રવિવારના રોજ માતાજીને રાજભોગ ધરાયા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. પ્રક્ષાલન વિધિ પત્યા બાદ નૈવેદ્ય ચઢાવી ફરી મંદિર શરૂ કરવામાં આવશે. પ્રક્ષાલનના દિવસે મંદિર બપોરના ૧.૩૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને ત્યાર બાદ મંદિર દર્શનાર્થી માટે સંપૂણ બંધ રહેશે અને મંદિરની પક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ સાયંકાલની આરતી રાત્રિના ૯ કલાકે કરાશે અને તેના બીજા દિવસથી દર્શનાર્થીનો સમયે રાબેતા દર્શન કરી શકશે તેવું અંબાજી મદિરના મહારાજે જણાવ્યું. આવતીકાલે મા અંબાના ગર્ભગૃહ સહિત મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. ભાદરવી પૂનમનો મેદો સંપન્ન થયા બાદ જ આ વિધિ યોજાતી હોય છે. જેમાં મંદિરમાં રહેલ શ્રી યંત્ર આજના દિવસે બહાર લાવવામાં આવે છે. તેથી આ વિધિનું મહત્વ અનેકગણું હોય છે. બપોરે એક વાગ્યા પછી આ વિધિ શરૂ થતી હોય છે. તેથી પક્ષાલન વિધિ માટે બપોરાના ૧.૩૦ વાગ્યાથી મંદિર બંધ રહેશે. સાંજની આરતી રાત્રે ૯.૦૦ કલાકે કરાશે.
Recent Comments