કોવીડ-૧૯ વેકસીન ડ્રાયરન અંતર્ગત અમરેલી જિલ્લાના કુલ ૩૮ સેન્ટર ખાતે ડ્રાય રન આજે તા. ૮-૧-૨૦૨૧ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાએથી મળેલ સૂચના મુજબ દરેક સેન્ટર ખાતે ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. લાભાર્થીઓ તરીકે આરોગ્યના કર્મચારીઓ તેમજ પ્રાઇવેટ સેન્ટરવાઇઝ ૨૫ લાભાર્થીઓ લેવામાં આવેલ છે. કોવિન પોર્ટલ ૫ર તમામ એન્ટ્રી પૂર્ણ કરવામાં આવેલ છે તથા વેકસીનેટરની યાદી પણ તૈયાર કરવામાં આવેલ છે. વેકસીન ડ્રાયરન જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા આઉટરીચ એરીયાની શાળાઓમાં યોજાનાર છે.
આજે અમરેલી જિલ્લાના ૩૮ સેન્ટર ખાતે કોવીડ-૧૯ વેક્સીનેશન ડ્રાય રન યોજાશે

Recent Comments