fbpx
રાષ્ટ્રીય

આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો જન્મદિવસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો જન્મ ૧ જૂન ૧૯૭૨ના રોજ ગુજરાતના ભાવનગરના હણોલ ગામમાં થયો હતો. તેમનું પુરુ નામ મનસુખ લક્ષ્મણભાઈ માંડવિયા છે. મનસુખ માંડવિયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (છમ્ફઁ) ના સભ્ય બન્યા અને ટૂંક સમયમાં છમ્ફઁ અને ગુજરાત એકમના રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા હતા. આ સાથે જ તેઓ યુવા મોરચાના નેતા અને પછી પાલીતાણાના ભાજપ એકમના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મનસુખ માંડવિયાને યુનિસેફ દ્વારા મહિલા આરોગ્ય સંભાળ પહેલમાં યોગદાન આપવા બદલ અને જન ઔષધિ કેન્દ્રો દ્વારા ૧૦ કરોડ સેનિટરી નેપકિનનું વિતરણ કરવા માટે સન્માન કરવામાં આવ્યું હતું. મનસુખ માંડવિયાએ કન્યા કેળવણી માટે ૧૨૩ કિમી અને ૧૨૭ કિમીની બે પદયાત્રાઓનું આયોજન કર્યું હતું. મનસુખ માંડવિયાએ ચીન, ઈઝરાયેલ, ઓમાન, નેપાળ, દુબઈની મુલાકાત લીધી હતી. તેમણે ઈંગ્લેન્ડ અને જર્મની જેવા યુરોપિયન દેશોની પણ મુલાકાત લીધી હતી. બ્રાઝિલ અને આજેર્ન્ટિન જેવા દક્ષિણ અમેરિકન દેશો. તેણે ઘણી મુલાકાત લીધી છે.

Follow Me:

Related Posts