આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં એક સાથે ૧૫૧ લોકોને CAA હેઠળ ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર એનાયત કરશે
ગુજરાતમાં ઝ્રછછ હેઠળ ૧૫૧ લોકોને ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. આજે (૧૮ ઓગસ્ટ રવિવારે) અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ૧૫૧ લોકોને પ્રમાણપત્ર આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમલી સરકારમાં લાગુ થયેલા કાયદા મુજબ ૧૫૧ લોકોને નાગરિકત્વ પ્રાપ્ત થશે. ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આપવામાં આવશે. ૧૮ ઓગસ્ટ રવિવારે અમદાવાદમાં પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે.
Recent Comments