ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજે હડતાળ પર ઉતર્યા છે . પોતાની માગણીઓ ઉકેલવાની માંગ સાથે તેઓ આજે ફરજથી અળગા રહીને દિવસભર શાંતિપૂર્વક વિરોધ નોંધાવશે . હડતાળ મુદ્દે જીએમટીએ પ્રમુખે જણાવ્યું છે કે અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ થઇ નથી . પડતર માંગણીઓ મુદ્દે 2012 થી લડત ચાલુ છે . તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ ના આવતાં આજથી 5 કેડર એસોસિયેશન પણ હડતાળમાં જોડાયાં છે. ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો આજે હડતાળ પર ઉતરવાના છે , ત્યારે તેમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન , GMERS ફેકલ્ટી એસોસિયેશન , ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન , GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન , ESIS ડૉક્ટર્સ એસોસિયેશનના ડોકેટર અચોકક્સ મુદતની હડતાળ પર ઉતર્યાં છે . OPD અને ઇમરજન્સી સહિતના તમામ કાર્યોથી ડોકટરો અળગા રહેવાના છે . જીએમટીએ પ્રમુખે રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે સી મકવાણાએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે , અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ થઇ નથી . પડતર માંગણીઓ મુદ્દે 2012 થી લડત ચાલુ છે . ૧૬ ૫-૨૦૨૧ ના રોજ એનપીએ માટે ઠરાવ થયો હતો . જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો . અત્યાર સુધી ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઇ નિવેડો આવ્યો નથી . ૩૧ માર્ચ વીતી ગયા હોવા છતાં અમારી માગંણીના ઠરાવ થયા નથી . અમારો ભરોસો તુટ્યો છે , અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. તેમણે ઉમેર્યું હતું કે , ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો , છ સરકારી મેડીકલ કોલેજના ડોકેટરથી લઇ પીએચસીની ડોકટર હડતાળમાં જોડાશે . તેમણે જણાવ્યું કે , આ સરકારના લોકો ગાંધી ચિન્ધા માર્ગે જાગે તેમ નથી માટે હડતાળનો માર્ગ અપનાવ્યો છે .
ઓપીડી યુનિવર્સીટી અને ઇમરજન્સી સહિતના તમામ કાર્યોથી ડોકેટર અળગા રહેશે . અમે વારંવાર પ્રત્યન કર્યા પણ સરકાર સાંભળતી ન હોવાથી છેવટે હડતાળ પર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે . તેમણે એવું પણ જણાવ્યું હતું કે , અમારા દર્દીઓને બાનમાં લેવાનો કોઇ પ્રયાસ નથી . જો દર્દીને કંઇ થાય તો તેના માટે સરકારનો નાણા વિભાગ જવાબદાર રહેશે . રેસીડેન્સ ડોકટર અને એએમસીના ડોકેટર હડતાળમાં નથી એટલે દર્દીઓને અગવડ નહી પડે. શું છે રાજ્યના સરકારી ડોકટરોની માગ ?: ડોક્ટરોની અલગ અલગ માંગણી એડહોકસેવાઓ સળંગ કરવામાં આવે . છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી , તે બઢતી તાત્કાલિક આપવામાં આવે . રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે , જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે . 16 મેના સરકારના ઠરાવ પ્રમાણે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ , પગારની મહત્તમ મર્યાદા અને પર્સનલ પે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલો પરંતુ આ માંગણીઓનો ઠરાવ 22 નવેમ્બરે રદ કરવામાં આવ્યો છે તેને ફરી અમલમાં લાવવામાં આવે . રિટાયર્ડ થયેલા તબીબી શિક્ષકોને તાત્કાલિક પેન્શન આપવામાં આવે . તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે . થોડા સમય પહેલાં સરકારે આપેલી બાહેધરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.
Recent Comments