ગણેશોત્સવમાં ગણેશ ભક્તો ઘરે ઘરે, સોસાયટીમાં, મહોલ્લામાં વિઘ્નહર્તાની મૂર્તિનું સ્થાપન કરતા હોય છે. ત્યારબાદ પૂજા-અર્ચના કર્યા બાદ એક, ત્રણ, પાંચ, સાત, નવ કે અગિયાર દિવસ બાદ ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણપતિ બાપ્પાને આજે રંગેચંગે વિદાય આપવામાં આવી રહી છે. ડીજે, ઢોલ-નગારા અને સંગીતના તાલે દુંદાળા દેવને વિદાય અપાઈ રહી છે. ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે. સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા ખાસ કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરાઈ છે.
આજે ડીજે, ઢોલ-નગારા અને સંગીતના તાલે દુંદાળા દેવને વિદાય


















Recent Comments