અમરેલી

આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતિથિ હોય તેમનાં આદર્શોને ચરિતાર્થ કરવા માટે સાવરકુંડલા શહેરમાં આવેલ પંડિત દીનદયાળ ઉપવન (જનતા બાગ) ખાતે લેવાતી પ્રવેશ ફી નાબૂદ થઈ શકે તો નામની યથાર્થતામાં ચાર ચાંદ લાગી જાય.

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર  આવેલ પંડિત દીનદયાળ ઉપવન અર્થાત્ જનતા બાગનું સંચાલન કરતાં તંત્રએ આજના દિવસ નિમિત્તે આ કરવા જેવું ખરું.. બગીચામાં પ્રવેશ નિશુલ્ક બનાવવાથી આ બગીચાનો લાભ કચડાયેલાં અને ગરીબ વર્ગના લોકો પણ લઈ શકે.. તંત્ર ધારે તો આ કરી શકે તેમ છે.. આમ પણ વર્ષો પહેલાં આ જનતા બાગમાં પ્રવેશ કરવા માટે ક્યાં કોઈ શુલ્ક ચૂકવવું પડતું..?? આમ તો જાહેર સ્થળોનો ઉપયોગ કરવા માટે આર્થિક માપદંડ યોગ્ય કહેવાય?? સાવરકુંડલા શહેરમાં આવેલ પંડિત દીનદયાળ ઉપવન (જનતા બાગ) ખાતે પ્રવેશ ફી નાબૂદ કરવામાં આવે તો આ બાગનો સર્વે નાગરિકોને લાભ મળે.. આમ પણ સમરસતા અને સમાનતા એ આર્થિક માપદંડો પર પણ નિર્ભર હોય શકે? જ્યાં અમીર અને ગરીબ જાહેર સેવાનો સમ્યક લાભ લઈ શકે અને આર્થિક દિવાલ નડતરરૂપ ન બને તો જ રામરાજયની પરિકલ્પનાં સિધ્ધ થાય.

Related Posts