આજે પૃથ્વીને નવો ચંદ્રમાં મળવાનો છે. આ મિની મૂનને એસ્ટરોઇડ 2024 PT5 નામ આપવામાં આવ્યું છે. તે અસ્થાયી રૂપે આજે એટલે કે 29 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી પૃથ્વીની આસપાસ ફરશે. મિનિ મૂનના આગમનથી અંતરિક્ષ રસિકોમાં રસ વધ્યો છે. જો કે, તેના નાના કદ અને ઓછી તેજને કારણે આપણે તેને નરી આંખે જોઈ શકીશું નહીં. તેને સામાન્ય ટેલિસ્કોપથી પણ જોઈ શકાતું નથી, પરંતુ જો તેની ઝલક જોવી હોય તો ખગોળીય ટેલિસ્કોપની જરૂર પડશે.Space.com તરફથી મળેલી માહિતી અનુસાર, NASAને 29 સપ્ટેમ્બરે બપોરે 3.54 વાગ્યાથી (US સમય) એસ્ટરોઇડ 2024 PT5ની તસવીરો મળવાનું શરૂ થશે. આ એસ્ટરોઇડ 25 નવેમ્બરની સવારે 11.43 મિનિટ સુધી જ દેખાશે.
ઓસમ એસ્ટ્રોનોમી પોડકાસ્ટ હોસ્ટ ડો. જેનિફર મિલાર્ડ કહે છે કે, માત્ર ખગોળશાસ્ત્રીય ટેલિસ્કોપ જ મિની- મૂનનાં ચિત્રો લઇ શકશે. બીબીસીને કહ્યું કે, આજે તમે 2024 PTS એસ્ટરોઇડની અદભુત તસવીરો ઓનલાઇન જોઈ શકશો.2024 PT5 નામનો આ લઘુગ્રહ આ વર્ષે 7 ઓગસ્ટના રોજ નાસાની નજરમાં આવ્યો હતો. તે અર્જુન એસ્ટરોઇડ બેલ્ટમાંથી નીકળ્યો છે. તેમાં પૃથ્વી જેવા ખડકો છે. તે લગભગ 33 ફૂટ પહોળું છે. મિલાર્ડે કહ્યું કે, તે પૃથ્વીની આસપાસ સંપૂર્ણ ચક્કર નહીં લગાવે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે તે આગળ વધે તે પહેલાં તેની ભ્રમણકક્ષામાં થોડો ફેરફાર થશે. તેની ઝડપ લગભગ 2,200 mph છે.નોંધનીય છે કે આ પહેલા પણ મિની-મૂન જોવા મળ્યા છે અને ઘણા લોકોનું ધ્યાન નહીં ગયું હોય. કેટલાક ફરીથી પૃથ્વીની નજીક પણ આવ્યા છે, જેમાં એસ્ટરોઇડ 2022 NX1નો સમાવેશ થાય છે, જે સૌપ્રથમ 1981 માં મિની-મૂન તરીકે પૃથ્વીની નજીક આવ્યો હતો અને પછી આ ઘટના 2022 માં ફરીથી બની હતી. 2024 PT5 2055 માં પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછા ફરવાની અપેક્ષા છે.
Recent Comments