આજે ભાવનગ જિલ્લામા ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૦ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૮૩૫ કેસો પૈકી ૫૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ
ભાવનગર જિલ્લામા આજરોજ ૧૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના
પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૮૩૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૦કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમનેવધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૯ તેમજ તાલુકાઓના ૧ એમ કુલ ૧૦ કોરોના પોઝિટિવ દર્દીકોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓનેઆજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએહોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.આમ જિલ્લામા નોંધાયેલા ૫,૮૩૫ કેસ પૈકી હાલ ૫૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૭૦૦દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.
Recent Comments