fbpx
ગુજરાત

આજે રાજકોટમાં કરોડોના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

આજે સીએમ રૂપાણીના હસ્તે ૪૮૯.૫૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે.આ સાથે જ મનપા દ્વારા નિર્માણ થયેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલા ૫૬.૫૮ કરોડના ૪૧૬ આવાસોનું સીએમના હસ્તે કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરાશે. તેમજ આમ્રપાલિ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ ૪ ઓવરબ્રીજનું ખાતમૂહર્ત કરશે. કાલે સીએમ રૂપાણી કાલાવડ રોડ પર કે.કે.વી.ચોક પર તથા જડૂસ ચોકમાં ફોર લેન (૨ ૨) ફ્લાય ઓવર બ્રીજ રૂપિયા ૧૫૮.૦૫ કરોડના ખર્ચે બનાવવા માટેનું અને નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફોર લેન બ્રીજ (૨ ૨) સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રીજ રૂપિયા ૮૨.૩૪ કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરશે. કાલાવડ રોડ ફ્લાય ઓવર બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઓવરબ્રીજ કેકેવી ચોકથી જડુસ રેસ્ટોરન્ટ પાસે બનશે. જેના માટે ૧૨૯.૫૩ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રીજની લંબાઈ ૧૧૫૨.૬૭ મીટર તથા પહોળાઈ ૧૫.૫૦ મીટર (ફોર લેન)સ બ્રીજનો સ્લોપ ૧ઃ૩૦, બ્રીજની બંને તરફે ૬.૦૦ મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, કાલાવડ રોડ ડોમીનોઝ પીઝાથી શરૂ થઈ ડબલ લેવલનો બ્રીજ હયાત કે.કે.વી. બ્રીજ ઉપરથી અંદાજીત ૧૫ મીટર ઊંચાઈએ પસાર થઇ આત્મીય કોલેજ સામે સ્વિમીંગ પુલ પાસે પૂર્ણ થશે. બ્રીજના નિર્માણ માટે ૨૪ મહિનાની સમય મર્યાદા આપવામાં આવી છે.
આ બ્રિજનું નિર્માણ થતા પ્રતિ દિન આવન જાવન માટે અંદાજીત ૩૦૯૧૪ વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ)ને ફાયદો થશે. તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. જડુસ રેસ્ટોરન્ટ પાસે બનનારા બ્રીજ માટે ૨૮.૫૨ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રીજની લંબાઇ ૩૭૦.૩૯ મીટર તથા પહોળાઇ ૧૫.૫૦ મીટર (ફોર લેન), બ્રીજનો સ્લોપ ૧ઃ૩૦, બ્રીજની બંને તરફે ૬.૦૦ મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ થશે.
૧૫૦ ફુટ રીંગ રોડ નાનામવા ચોક ખાતે બી.આર.ટી.એસ. કોરીડોર પર સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રીજ બનશે. જે માટે ૪૧.૧૨ કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રીજની લંબાઇ ૬૩૦.૦૦ તથા પહોળાઇ ૨*૮.૪૦ મીટર (બે લેન), બ્રીજનો સ્લોપ ૧ઃ૩૦, બ્રીજની બંને તરફે ૬.૦૦ મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, બ્રીજની શરૂઆત ટવીન સ્ટાર બિલ્ડીંગથી શરૂઆત થઇ રીલાયન્સ મોલ પાસે પૂર્ણ થશે. બ્રીજનું નિર્માણ માટે ૧૮માસની સમય મર્યાદા અપાઈ છે.
૧૫૦ ફુટ રીંગ રોડ પર રામદેવપીર ચોક ખાતે બી.આર.ટી.એસ. કોરીડોર પર સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રિજ બનશે. જે માટે ૪૦.૨૨ કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. બ્રીજની લંબાઇ ૬૩૦ મીટર તથા પહોળાઇ ૨ ઠ ૮.૪૦ મીટર (બે લેન), બ્રીજનો સ્લોપ ૧ઃ૩૦, બ્રીજની બંને તરફે ૬.૦૦ મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, બ્રીજની શરૂઆત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનથી શરૂઆત થઇ રામદેવપીર ચોકમાં હાઇટ ગ્રાઉન્ડથી ૫.૫૦ મીટર થઇ વિઝન ટવેન્ટી-ટવેન્ટી બિલ્ડીંગ પાસે પૂર્ણ થશે. બ્રીજનું નિર્માણ માટે ૧૮ માસની સમય મર્યાદા છે.

Follow Me:

Related Posts