આજે રાજ્યના ૧,૧૭,૩૧૬ ઉમેદવારો ગુજકેટની પરીક્ષા આપશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૬ ઓગસ્ટના ધો. ૧૨ સાયન્સના ૧,૧૭,૩૧૬ ઉમેદવારો માટે લેવામાં આવનાર ગુજકોટની પરીક્ષાને આજે આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં આવતી કાલ તા. ૫થી પરીક્ષાના કન્ટ્રોલ રૂમ કાર્યરત થશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં ૮૩૮૦ ઉમેદવારો પરીક્ષા આપશે.
રાજકોટ જિલ્લામાં ગુજકોટની પરીક્ષાના એક્શન પ્લાન સંદર્ભે આજ રોજ તમામ સ્થળ, સંચાલકો, બિલ્ડીંગ, કંડકટર અને સુપરવાઇઝર સહિતના સ્ટાફ સાથે બેઠકો યોજવામાં આવી હતી. ગુજકોટની પરીક્ષા સંદર્ભે ગોઠવવામાં આવેલી બેઠક વ્યવસ્થાના સંદર્ભમાં શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે આ પરીક્ષામાં પણ પરીક્ષાખંડ દીઠ ૨૦ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દરેક કેન્દ્રોમાં સેનેટાઇઝ કરવાની સૂચના આપવામાં આવી છે પરીક્ષા કેન્દ્રોમાં ટેમ્પરેચર માપ્યા પછી જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તેના કરતા વધુ સધન ત્રણ પ્રકારની કીંગ વ્યવસ્થા ગોઠવવામાં આી છે. જેમાં દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ હાજર રહેશે. (૨) ગાંધીનગરથી દરેક જિલ્લામાં ફલાઇંગ સ્કવોડ મુકાશે. (૩) સરકારી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રૂટ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પરીક્ષાનું સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ ગાંધીનગરથી થશે. પરીક્ષા સબંધી તમામ વ્યવસ્થાને આજે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
Recent Comments