fbpx
ભાવનગર

આજે રાજ્યવ્યાપી શોકના પગલે ભાવનગરમાં BMC દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું

મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાવનગરના મોતીબાગ ટાઉનહૉલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બી. એમ. સી. દ્વારા આયોજિત આ પ્રાર્થનાસભામાં રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટનાના  દિવંગતોના શોકમાં આજરોજ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે ભાવનગર શહેરના જુદા જુદા ૧૩ વોર્ડમાં મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૧૩ જગ્યા ઉપર મહાનગરપાલિકા દ્વારા પ્રાર્થના સભા યોજાય હતી. જેમાં ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે  રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તેમજ સાંસદ શ્રીમતિ ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. પ્રાર્થનાસભામાં બે મિનિટનો મૌન પાળી મોરબીના દુર્ધટનાના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

જેમાં મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયા, જિલ્લા કલેકટરશ્રી ડી. કે. પારેખ, ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી એન. વી. ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટરશ્રી બી.જે.પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરુભાઈ ધામેલીયા તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Follow Me:

Related Posts