ગુજરાત

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે સૌ ગુજરાતી પ્રેમીઓને ખોબલે ખોબલે શુભકામનાઓ.

વિશ્ર્વ ગુજરાતી દિવસ નિમિત્તે ભાષા અને એ પણ ગુજરાતી એટલે પછી વાત જ ન પૂછો કવિ નર્મદ અખાનાં ચાબખા, કવિ પ્રેમાનંદનું આખ્યાન, ભક્ત કવિ નરસિંહ મહેતાની એ અખિલ બ્રહ્માંડમાં એક તૂં શ્રીહરિ..મીરાબાઈ, કવિ નાનાલાલ, સુંદરમ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કવિ કાગ, સુરેશ દલાલ, માધવ રામાનુજ, ઉમાશંકર જોષી, ચંદ્રકાંત બક્ષી, રમેશ પારેખ, ખલીલ ધનતેજવી, જેવા અનેક ગુજરાતી સાહિત્ય જગતમાં ગુજરાતી ભાષાને સમયોચિત એક અલગ ઓળખ આપી છે. આમ ગણો તો ગુજરાતી એટલે વેપારી પ્રજા, પરંતુ અદાણી અંબાણી જેવા અનેક ધનાઢ્ય શ્રીમંતોએ પણ ગુજરાતીને એક નવો આયામ આપ્યો છે.

અને છેલ્લે ગાંધીજી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ, નરેન્દ્ર મોદી અમિત શાહ સમેત અનેક મહાનુભાવોએ પણ ગુજરાતની અસ્મિતા સમી ગુજરાતીને ગોરવ અપાવ્યું છે. આજે વિશ્ર્વના અનેક દેશોના રાજકીય, સામાજિક અને નામાંકિત હસ્તીઓ પણ ગુજરાત અને ગુજરાતીના ગૌરવને સમજે છે.  ગુજરાતી ભાષાનું સંવર્ધન અને જતન કરવા માટે અનેક સાહિત્યકારોએ એક અનોખું પ્રદાન આપ્યું છે. આમ કહીએ તો ગુજરાતીનો એક અનોખો લહેજો છે આ ભાષાની અનોખી સોડમ છે. ગુજરાતી બુજરાતીની એક અનોખી સોડમ વ્યક્ત કરતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ, દયાભાભી, ટપુડો અને સુંદર નટુકાકા જેવા પાત્રોએ પણ ગુજરાતી ભાષાને રાષ્ટ્રીય નહીં પરંતુ વૈશ્વિક ફલક આપેલ છે.

Follow Me:

Related Posts