પ્રતિભાવ છે મૂળ ચલાલા પાસે આવેલ નાનકડાં એવા ગામ ચરખા ગામના વતની અને હાલ છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાત બહાર સ્થાયી થયેલ રાજેશભાઈ બાલુભાઇ રાજાના.. એક ગુજરાતી તરીકે પોતાના સંસ્મરણો અને અનુભવનો નિચોડ.. એના જ શબ્દોમાં એ સાથે આજે મને વતન (ચલાલા કાઠીયાવાડ) ગુજરાત છોડ્યાને પૂરાં ચાલીસ વર્ષ થયાં !!!
ઓડિસા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશ, ઘાટઘાટના દાણા પાણી ખાધા પીધા પછી છેલ્લે ટકે શેર ખાજા.. ટકે શેર ભાજી!! એવી દિલ્હી નગરીમાં હંમેશાને માટે સ્થાયી થઈ ગયો! તે દરમિયાન દેશના વિવિધ પ્રદેશોની ભાષા, સંસ્કૃતિનું ઘણું બધું જ્ઞાન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ..
આજે અમે પરિવારના દરેક સભ્યો ઘરમાં આપસમાં આપણી પ્યોર કાઠીયાવાડી ભાષામાં વાત કરીએ છીએ..એવા પ્રતિભાવ સાથે ગુજરાતી અને ખાસ કરીને.. ટૂંકમાં ટપકાવી દઈએ ગુજરાતી ભાષાની મધુર મીઠાશ વર્ણવતાં રાજેશભાઈ.. “ઊંચ નીચમાં નથી માનતી આ અમારી ગુજરાતી, કદાચ એટલે જ તો એને કેપિટલ કે સ્મોલ લેટર્સ નથી હોતા!!”
Recent Comments