fbpx
અમરેલી

આજે વિશ્વ સિંહ દિવસ, જાણો પ્રાચીન કાળથી અર્વાચીન કાળ દરમિયાન તેમનું મહત્વ

સિંહ વિશે જાણવા જેવી વાત કરીએ તો
જૂનાગઢના નવાબ સાહેબ સર મહોમ્મદ મહાબતખાનજી ત્રીજાને ગીરનું જંગલ એશિયાઈ સિંહોનું અંતિમ અને તેને સુરક્ષિત રાખવાનો શ્રેય જાય છે

તેઓ ના હોત તો કદાચ આજે ગીરના જંગલનું અસ્તિત્વ જ ના હોત.”

એ સમયે જે ગીરમાં માત્ર 10થી 12 સિંહો જ બચ્યા હતા, ત્યાં ધીમેધીમે સિંહોની વસતી વધવા લાગી.

1950 આવતા સુધીમાં સિંહોની સંખ્યા 200નો આંકડો પાર કરી ગઈ.

1920માં જૂનાગઢની ગાદી સંભાળનારા મહાબતખાન ત્રીજાએ સિંહને જૂનાગઢની અસ્મિતા સાથે જોડ્યા.

તેમણે સિંહને ‘રાજ્યાશ્રય’ આપ્યો અને સિંહનો શિકાર બંધ કરાવ્યો.

એમના શાસન દરમિયાન 13 વર્ષમાં માત્ર એક વખત જ સિંહનો શિકાર થયો.

9 જૂલાઈ 1969ના દિવસે ભારત સરકારે સિંહોને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કર્યા હતા.

જોકે, 18 નવેમ્બર 1972ના રોજ આ સ્થાન વાઘને આપી દેવાયું.

ગીરમાં વર્ષ 2011 દરમિયાન સિંહોની સંખ્યા 308 હતી. જે 2015 સુધીમાં 523 પર પહોંચી હતી. જોકે, વર્ષ 2020માં આ સંખ્યા 29 ટકા વધી છે 674 થઈ ગઈ છે.

વર્ષ 2020ની ગણતરી અનુસાર સિંહોનો રહેણાકવિસ્તાર 2015ના 22 હજાર સ્કૅવર કિલોમિટરથી વધીને 30 હજાર સ્ક્વૅર કિલોમિટર થઈ ગયો છે.આજે વિશ્વ સિંહ દિવસ, જાણો પ્રાચીન કાળથી અર્વાચીન કાળ દરમિયાન તેમનું મહત્વ

સિંહ વિશે જાણવા જેવી વાત

સિંહ વિશે જાણવા જેવી વાત કરીએ તો તેનું વૈજ્ઞાનિક નામ પંથેરા, લિયો, પર્સિકા છે. સિંહના ખભાની ઉંચાઈ 107 સેન્ટીમિટરથી 120 સેન્ટીમિટર હોય છે. તેની ખોપડીની લંબાઈ 33-થી 340 મિલીમિટર હોય છે. માથુ અને શરીરનું માપ 1.97 મીટર જેટલું હોય છે. તો પૂંછડીનું માપ 31થી 35 ઈંચ જેટલું છે. એક પુખ્ત સિંહની કુલ લંબાઈ 2.82થ 2.87 મીટર હોય છે. નર સિંહનું વજન 150થી 250 કિલો અને માદા સિંહનું વજન 120થી 180 કિલો હોય છે. તેનો મેટીંગ પીરિયડ ત્રણથી આઠ દિવસનો હોય છે. સિંહણનો ગર્ભદાન 100થી 110 દિવસનો હોય છે. અને તે 1થી લઈને 5 બચ્ચાને જન્મ આપતી હોય છે. બચ્ચા બે વર્ષના ન થાય ત્યાં સુધી સિંહણ ફરી વખત મેટિંગ માટે તૈયાર થતી નથી. પરંતુ સિંહ મેટિંગમાં લેવા માટે ઘણી વખત બચ્ચાંને મારી નાંખે છે. અથવા બચ્ચાં કુદરતી રીતે મોતને ભેટે છે તેવા કિસ્સાઓ બનતા હોય છે. 1થી 6 વર્ષના સિંહને પુખ્ત ગણવામાં આવે છે. અને તેનું આયુષ્ય 16થી 18 વર્ષ સુધીનું હોય છે. 2012થી 2016 વચ્ચે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે સિંહણો દર વખતે મેટિંગ માટે અલગ અલગ સિંહો અને તેમાં પણ પ્રબળ સિંહ સાથે જ મેટિંગ કરે છે. અને તેના બચ્ચઓ બે વર્ષના થયા બાદ માતાના ગ્રુપથી અલગ પડી જાય છે. અને નવી વસાહતની શોધખોળમાં લાગી જાય છે.એશિયાટીક સિંહોના અંતિમ સ્થાન ગીર

એક સમયે સિંહો ગીરમાં જ જોવા મળતાં હતા. આજે 1800 ગામડાઓમાં સિંહો આંટાફેરા કરતાં જોવા મળે છે. 1913માં લુપ્ત થયેલી આ પ્રજાતીના 20થી પણ ઓછા સિંહો નોંધાયા હતા.

ગીર દુનિયાભરમાં એશિયાટીક સિંહોના અંતિમ સ્થાન તરીકે જાણીતું છે. માત્ર ગીરમાં જ બચેલા એશયાઈ સિંહોની સંખ્યામા વર્ષ 1968 સુધી સતત ઉતાર-ચડાવ આવ્યો હતો. બાદમાં 1974થી લઈને આજ દીન સુધી સતત વધારો નોંધાતો આવ્યો છે. જેમાં 1913માં ગીરમાં 20થી પણ ઓછા સિંહો નોંધાયા હતા. જે આ જે 523ની સંખ્યા પાર કરી છે. સરકાર દ્વારા લુપ્ત થતી પ્રજાતી તરીકે સુચિત કરવામાં આવેલા ગીરના સિંહોએ આજે પોતાનું મૂળ રહેણાંક ગીરને બદલે ચાર જિલ્લાના 1800 ગામડાઓમાં વસવાટ શરૂ કર્યો છે. જેમાં સિંહોની સંખ્યા વધવાની સાથે સાથે તેનો વિસ્તાર પણ રોજબરોજ સતત વધતો જાય છે.

સિંહોને બચાવવા માટે સરકારે સૌપ્રથમ સપ્ટેમ્બર 1965માં 1265.1 ચોરસ કિલોમિટર વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કર્યો હતો. પછી તેને 1412.1 ચોરસ કિલોમિટર સુધી વિસ્તારવામાં આવ્યો. બાદમાં સમયાંતરે નવા રહેણાંકો આસપાસના જંગલોને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. જેમાં ગીરનાર અભયારણ્ય, મીતયાળા અભયારણ્ય, પાણીયા અભયારણ્ય, અને બરડાને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યા છે.

ગીરમાં જ બચેલા સિંહોની સંખ્યામાં થઈ રહેલા સતત વધારા પાછળ ગીરની બોર્ડર પરના લોકોનો પણ ખુબ જ મહત્વનો ફાળો છે. હવે આ સિંહો ધીમે ધીમે હજુ પણ તેની ટેરેટરી વધારી રહ્યા છે. ત્યારે નવા રહેણાંકના લોકો દ્વારા સિંહો પ્રત્યે કેવું વર્તન થાય અને તેને બચાવી રાખવામાં કેટલા મદદરૂપ થાય તેના પર વનવિભાગ નજર રાખી રહ્યું છે. કારણકે સિંહો તેનો વિસ્તાર વધારી રહ્યાં છે. પરંતુ ગીરના લોકો દ્વારા સિંહોને હુંફ, પ્રેમ, મળી રહ્યો છે તેવો પ્રેમ અને હુંફ હજુ નવા રહેણાંક વિસ્તારોમાં ન મળતો હોવાનું વન વિભાગમાં ચર્ચાઈ રહ્યું છે. ગીરના લોકો સિંહને દેખે એટલે તરત જ નજીક જાય છે. જ્યારે નવા રહેણાંકના લોકો સિંહને દેખતાં દૂર જતાં રહે છે.

વનવિભાગ દ્વારા રેડિયો કોલરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સિંહની ટેરેટરી વધુમાં વધુ 110 ચોરસ કિલોમિટરની હોય છે. અને માદાની ટેરેટરી 50 ચોરસ કિલોમિટરની હોવાનું સામે આવ્યું છે. સિંહો માટે જંગલની આગ, કુદરતી આફતો, શિકાર, પ્રવાસન, માનવીય કારણો, ખુલ્લા કુવાઓ અને પૂરપાટ દોડતી રેલવે આફતરૂપ છે. દુનિયામાં એશિયાટીક લાયન, બારબરી લાયન, વેસ્ટ આફ્રિકન લાયન, કોંગો લાયન, સાઉથ વેસ્ટ આફ્રિકન લાયન, મસાઈ લાયન, ટ્રાન્સવાલ લાયન અને ઈથ્યોપીયન લાયન એમ આઠ પ્રજાતીના સિંહો છે.

સિંહને ખુંખાર પ્રાણી ગણવામાં આવે છે. સિંહ ખુંખાર પ્રાણી હોવા છતાં પણ ડરના માર્યા જ હુમલો કરે છે. પરંતુ સિંહોએ કરેલા માનવમૃત્યુ કરતાં મનુષ્યએ સિંહોની હત્યા વધુ કરી છે. આવા અનેક કારણોને લઈને સિંહનો ખાનદાન પ્રાણી તરીકેનો દાખલો આપવામાં આવે છે.

માહિતી / અહેવાલ.- અમીતગીરી ગોસ્વામી (જર્નાલીસ્ટ) સાવરકુંડલા

Follow Me:

Related Posts