આજે શિવરાત્રી: આ રીતે ઘરે બનાવો ટેસ્ટી-ટેસ્ટી ફરાળી સુકી ભાજી
આજે શિવરાત્રિ…મોટાભાગના લોકો આજે ઉપવાસ કરતા હોય છે. આજના દિવસે અનેક લોકોના ઘરમાં સુકી ભાજી, રાજગરાનો શીરો, મૌરયો જેવી ફરાળી વાનગીઓ બનતી હોય છે. તો આજે અમે તમારી માટે ખાસ લઇને આવ્યા છીએ ફરાળી સુકી ભાજી. જો તમે આ રીતે સુકી ભાજી બનાવશો તો માત્ર 8 જ મિનિટમાં ઘરે એકદમ ટેસ્ટી-ટેસ્ટી બની જશે.
સામગ્રી
બાફેલા બટાકા
તેલ
જીરું
હળદર
મીઠું
લીલા મરચા
બનાવવાની રીત
- સુકી ભાજી બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફી લો.
- ત્યારબાદ આ બટાકાના નાના-નાના પીસ કરી લો.
- હવે એક પેનમાં તેલ મુકો.
- તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને સમારેલું મરચું બરાબર સાંતળી લો.
- હવે બાફેલા બટેકાને ઉમેરી લો.
- બટાકા એડ કર્યા પછી લાલ મરચાનો પાઉડર નાંખો.
- હવે હળદર નાંખો અને મીઠું સ્વાદાનુંસાર એડ કરો.
- આ ભાજીને બેથી ત્રણ મિનિટ સુધી હલાવો અને થવા દો.
- તો તૈયાર છે બટાકાની સુકી ભાજી
- આ બટાકાની સુકી ભાજી સાથે તમે રાજગરાનો શીરો અને રાજગરાની કઢી પણ ખાઇ શકો છો.
- બટાકાની સુકી ભાજીમાં તમારે લાલ મરચું ના નાંખવું હોય તો તમે લીલા મરચા થોડા વધારે નાંખીને તમે આ ભાજીને ટેસ્ટી બનાવી શકો છો.
- સુકી ભાજીમાં તમે મીઠો લીમડો પણ નાંખી શકો છો.
- ફરાળી સુકી ભાજી તમે બહાર ફરવા જાવો ત્યારે સાથે લઇ જાવો છો તો પણ ખાવાની બહુ મજા આવે છે.
- આ સુકી ભાજીમાં બને ત્યાં સુધી તેલ થોડુ ઓછુ લેજો જેથી કરીને બહુ તેલ વાળી ના લાગે. બહુ તેલ વાળી સુકી ભાજી ખાવાથી ટેસ્ટમાં સારી લાગતી નથી અને ખાવાની પણ મજા આવતી નથી.
- આ સુકી ભાજી સાથે તમે રાજગરાની પુરી પણ બનાવીને ખાઓ છો તો ટેસ્ટમાં મસ્ત લાગે છે.
Recent Comments